રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય મહામંત્રી રાષ્ટ્રીય સંગઠન મંત્રી જીલ્લા પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ના નિવાસસ્થાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી વચ્ચે ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત થતા ભરૂચ લોકસભામાં રાજકીય માહોલ ગરમાયો હતો જેમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા
તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અંબાલાલ જાધવ, મંત્રી રાજુ વસાવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ રાકેશ ચૌધરી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાજુભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ મંત્રી મહામંત્રી બહાદુરભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ઝાબરે, નેત્રંગ તાલુકા પ્રમુખ વિજયભાઈ વસાવા ના નામની જાહેરાત કરવામાં આવી હતી. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની કરવામાં આવી રચના કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે આગામી ભરૂચ લોકસભાના ઇલેક્શનમાં કેવા કેવા વળાંકો આવે છે તે જવું રહ્યું.