શાકાહારી બનવાથી ચાર મોટા ફાયદા, બળ, બુધ્ધી, ધન, વધે, સુખમા રહે શરીર…
પઠાર – કળયુગના વિષમ સમયે સમાજમાં ચોરી ,લૂંટ-ફાટ,ખંડણી, હત્યા, વગેરે જેવાં દૂષણો રોજે રોજ વધી રહ્યાં છે જેનું મહત્વનું કારણ માંસાહાર છે. જે અનેક રીતે ઉપરોક્ત તમામ પાપ ના પરિબળોને પોષક છે.
શાકાહારી ધર્મના વિષયમાં આજે જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ શાકાહારી સત્ય સદાચાર માનવ ધર્મ અને સનાતન ધર્મના ઉપાસક છે. માનનીય સતિષચંદ્ર યાદવે આપણેને ઉદાહરણ આપતા કહ્યું કે, જે રીતે વર્ષાના વાદળો સમાન રીતે ગરીબ અમીર વ્યકિતમાં ભેદભાવ વિના ખેતરોમાં સમાન રીતે વરસાદ વરસાવે છે, એ રીતે હવા કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વિના ઓક્સિજન આપે છે, સૂર્ય પણ સમાન રૂપથી પ્રકાશ આપે છે એ જ રીતે સનાતન ધર્મ તમામને સમાન રૂપે લાભ પહોંચાડે છે. ત્યારે આપણે સૌ ને શાકાહારી બનવાં અનુરોધ કરવામાં આવી રહ્યો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં આધ્યાત્મિક સત્સગ ભંડારાનો શુભ કાર્યક્રમ યોજાનાર છે.
પરમ પૂજ્ય બાબા જયગુરુદેવ મહારાજની પ્રેરણાથી જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ આજે 27 જાન્યુઆરી 2025 ના રોજ પઠાર મુકામે પધારી રહ્યા છે જયા તારીખ
૨૭/૦૧/૨૦૨૫ ને સોમવાર સત્સંગ સાંજે ૭ કલાક થી તેમજ ભોજન પ્રસાદી – ૮.૩૦ કલાક થી જયગુરૂદેવ સાધના કુટીર પઠાર, વાલિયા નેત્રંગ રોડ, ગામ – પઠાર તાલુકો વાલીયા તેમજ. ૨૮/૦૧/૨૦૨૫ ને મંગળવાર સત્સંગ સાંજે ૭ કલાક થી ભોજન પ્રસાદી – ૮.૩૦ કલાક થી સ્થળ – તરોપા,રાજપીપળા મુકામે રાખેલ હોય
.જેથી સર્વે ધર્મ પ્રેમી સજ્જનોને આ પાવન અવસરમા આધ્યાત્મિક સંત્સગ તેમજ ભંડારાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ મીડિયા માધ્યમ થી પાઠવવામાં આવ્યું છે
કાર્યક્રમની રૂપરેખા
૨૭/૦૧/૨૦૨૫ ને સોમવાર સત્સંગ સાંજે ૭ કલાક થી ભોજન પ્રસાદી – ૮.૩૦ કલાક થી સ્થળ – જયગુરૂદેવ સાધના કુટીર પઠાર, વાલિયા નેત્રંગ રોડ, ગામ – પઠાર
૨૮/૦૧/૨૦૨૫ ને મંગળવાર સત્સંગ સાંજે ૭ કલાક થી ભોજન પ્રસાદી – ૮.૩૦ કલાક થી સ્થળ – તરોપા,રાજપીપળા
વધુ વિગતો માટે સમ્પર્ક સુત્ર –
(૧) રાકેશભાઈ દેશમુખ (ભરૂચ જિલ્લા પ્રમુખ)(૮૧૪૧૦ ૩૫૦૦૧)
(૨) રાજેશભાઈ એન વસાવા(તરોપા)(૯૯૨૫૮ ૯૫૨૭૭)