પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ

Share to

સુરત:બુધવાર: કોરોના વધતા જતા કહેરને ધ્યાને લઈ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં તા.૬/૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા દરમિયાન કોઈ વ્યકિતએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાત્રી કરફયું દરમિયાન ફકત આવશ્યક સેવાઓ શરૂ રહેશે. આ ઉપરાંત નિયત કરવામાં આવેલા નિયંત્રણો અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.  


Share to

You may have missed