September 7, 2024

વાલિયાતાલુકાનાં ત્રણ ગામના ખેડૂતો-ગ્રામજનોએ ગામની સીમમાં પથ્થરની ક્વોરી શરૂ કરવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Share to




ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વાલિયા તાલુકાનાં સાબરિયા,પેટીયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો,ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર, પેટીયા ગામની સીમમાં સર્વે નંબર- 208 વાળી ખેતીની જમીન શંભુ કાનજી પટેલએ વેચાણથી લઈ આજુ બાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કવોરી અંગે મંજૂરી મેળવી છે જે અંગે ત્રણ ગામના ગ્રામજનો,ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

હુમલો કરનારા લોકો સામે પગલાં ભરવાની રજૂઆત જેને પગલે ગત તારીખ-27મી માર્ચના રોજ 50થી 60 જેટલા માથાભારે તત્વોને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે કોઈપણ ઇસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ઉપરાંત બિન આદિવાસી ઈસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદુષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પેતરી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે આ ઈસમ વિરુધ્ધ કડક રાહે પગલાં ભરી હુમલો કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી છે.


Share to

You may have missed