નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

Share to

 નેત્રંગ. તા. ૧૭ મે, ૨૦૨૧.

નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કમઁચારીઓ એ તેઓની વિવિઘ માંગણીઓ ના સંદર્ભમાં રાજય સરકાર સામે છેલ્લા લાંબા સમય થી ચાલી રહેલ આંદોલન ના ભાગરુપે આજે કાળા વસ્ત્ર ધારણ કરી ને ફરજ બજાવી હતી.

છેલ્લા પંદર મહિના થી ગુજરાત કોરોના ના વાઈરસ સામે ઝઝૂમી રહ્યુ છે. આ કપરા સમય મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સીવીલ હોસ્પીટલ, જનરલ હોસ્પિટલ, સ્ટેટ હોસ્પીટલ, જીએમઇઆરએસ મેડીકલ કોલેજ. નસિઁગ કોલેજ તેમજ મહાનગર પાલિકા હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્રોના કાયમી,ફીક્સ પગાર,NHM ના અગિયાર માસ, આધારિત તેમજ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા તમામ કેડર ના વગઁ ૩ અને વગઁ ૪ ના કમઁચારીઓ,આશાવકઁર અને ફેસિલિટેટર પોતાના જીવના જોખમે ગુજરાત ની જનતાને મોતથી બચાવવા દિવસ રાત સંધષઁ કરી રહયા છે પરંતુ આ કમઁચારીઓને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ સરકાર દ્વારા ફક્ત કોવિડ સેન્ટર ના કોરોના વોરિયસઁ માટે જ પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરતા કોરોના વોરિયસઁમા આકોશ વ્યાપી ગયો હતો ત્યારે કોરોના વોરિયસઁ ને ન્યાય અપાવવા અને એમની લાગણીઓને વાચા આપવા કોરોના વોરિયસઁ ની દસ જેટલી પડતર માંગણીઓને લઇને કાયઁકમો જાહેર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજે રેફરલ હોસ્પીટલ નેત્રંગ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ અને વગઁ ૪ ના આઉટસોર્સિંગ કમઁચારી ઓએ પોતાની ફરજ દરમિયાન કાળા વસ્ત્ર ધારણ કરી આજે વિરોધ કરવામાં આવ્યો હતો. 


Share to

You may have missed