- માધવ વિદ્યાપીઠ કાકડકુઇ અને થવાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી,
તા.૧૬-૫-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,ગામે-ગામ કોરોના સંક્રમિતોના દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે,ખાનગી-સરકારી દવાખાનાની બહાર દદીઁઓનો જમાવડો નજરે પડી રહ્યો છે,આરોગ્ય વિભાગના જવાબદાર કમીઁઓ પણ રાત-દિવસ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે,પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર જણાતા ગરીબ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવનનિવૉહ કરવા મજબુર બન્યા છે,
જેમા ગુજરાત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ મારૂ ગામ કોરોના મુક્ત અભિયાનના પગલે રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના માધવ વિદ્યાપીઠના આઇસોલેશન વોડઁ અને થવા ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી,ત્યાંના તબીબો સાથે ગરીબ પ્રજાને તમામ આરોગ્યલક્ષી સારવાર મળી રહે,આઇસોલેશન વોડઁ સહિતની જરૂર બાબતો ઉપર ચચૉ વિમશઁ કરી હતી,અને જરૂરી સુચન કયૉ હતો,જે દરમિયાન વિજયસિંહ સુરતીયા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા,મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા,પ્રકાશ ગામિત,મૌઝા જી.પંચાયત સભ્ય રાયસિંગ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા અને દિવ્યાંગ મિસ્ત્રી જોડાયા હતા.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..