પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભૂસ્તર વિભાગ દ્વારા ૨૦૨૨ માં આઠ જેટલા ઈસમોને દંડ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી!
ભાલોદ ગામના સંદીપ વસાવાએ જિલ્લા કલેકટરને કરેલ રજૂઆતમાં ભુસ્તર વિભાગે દંડ નહીં વસૂલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે!
ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે કેટલાક ભુમાફિયાઓ દ્વારા તો નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી ડીઝલ એન્જિન મૂકી પાણી સાથે રેતી ઉલેચી રહયા છે, તો કેટલાક ભૂમાફિયા દ્વારા સરકાર દ્વારા નહીં ફાળવાયેલા રેતીના પ્લોટોમાંથી પણ રેતી ખનન થઈ રહ્યું છે, આવા ભૂમાફિયાઓને ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન બાબતે નોટિસ પાઠવી લાખો કરોડો દંડ ફટ કરવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભૂસ્તર વિભાગ દ્વારા નોટિસ અને દંડમાં પણ જરૂરી ખુલાસા ના બહાના હેઠળ સેટિંગ કરી લેતા હોવાનું લોક ચર્ચામાં બહાર આવ્યું છે! આવી જ એક દંડનીય ઘટના ૨૦૨૨ ના વર્ષમાં ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે બનવા પામી હતી, જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા અરજદારની અરજીના આધારે જુના ટોઠીદરા ગામે રેડ કરી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકોને ઝડપી પાડ્યા હતા અને ટોઠીદરા, ભાલોદ, નેત્રંગના કેટલાક લોકોને નોટિસ પાઠવી બે કરોડ ૬૦ લાખ ૪૩ હજાર ૨૭૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસમાં જણાવ્યું હતું કે આ બાબતે આપના દ્વારા કોઈ મંજૂરી મેળવેલ છે કે કેમ? તેમ આધારો સહ દિન ૭ માં જવાબદાર અધિકારી સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સહિત લેખિત રજૂઆત કરવા જણાવવામાં આવે છે, અન્યથા આપને કંઈ કહેવું નથી તેમ સમજી ગેરકાયદેસર ખનન વહન આપના દ્વારા કરવામાં આવેલ છે તે માનવા યોગ્ય રહેશે અને દંડકીય વસૂલાત અંગે નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું, ૨૦૨૨ માં થયેલા દંડ બાબતે ભાલોદ ગામના સંદીપ વસાવા દ્વારા ગત માસે જિલ્લા કલેકટરને એક ફરિયાદ કરવામાં આવી હતી કે ભૂસ્તર વિભાગ દ્વારા આ ૨.૬૦ કરોડ નો દંડ જે કરવામાં આવ્યો છે તેની વસુલાત કરવામાં આવી નથી તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે ૨૦૨૨ માં ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનન અને વહન બાબતે ભૂસ્તર શાસ્ત્રી તરફથી ટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઇ વસાવા, પરેશ અરવિંદભાઈ જિગોલા અને અન્ય ઇસમો કે જેઓ સામે આ બાબતની લઈ કાર્યવાહી કરવામાં આવેલ હતી, અને આ સંદર્ભમાં તેઓને રૂપિયા ૨ કરોડ ૬૦ લાખ ૪૩ હજાર ૨૭૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ભૂસ્તર શાસ્ત્રી તરફથી તેઓને દિન સાતમાં જરૂરી આધાર પુરાવા સહિત લેખિતમાં રજૂઆત કરવામાં જણાવ્યું હતું, પરંતુ આ દિન સુધી આ ઈસમો પર કોઈ જાતની કાર્યવાહી સક્ષમ અધિકારી તરફથી કરવામાં આવી નથી તેવી કલેકટર ની રજૂઆતમાં સંદિપ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઈસમો માથાભારે હોય તેમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા બીજી પણ ગેરકાયદેસર પ્રવૃતિઓને વેગ મળી રહ્યો છે અને તંત્ર અમારૂ કશું બગાડી ન શકે તેવી વાતો ખુલ્લેઆમ ફેલાવે છે, જેથી આ ઇસમો સામે કાયદાકીય પગલાં લઈ આ દંડની રકમ વસૂલ કરવામાં આવે તો આ વિસ્તારમાં એક દાખલો બેસે એવો છે, જેથી બીજી બીન અધિકૃત પ્રવૃતિઓ પણ રોકાવી શકે તેમ છે, તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જો સંદીપ વસાવાનો આક્ષેપ સાચો હોય અને તેણે કરેલી કલેકટરને રજૂઆત પર કાયદેસરની કાર્યવાહી થાય તો જિલ્લા ભૂસ્તર વિભાગના કેટલાક અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોવાનું બહાર આવી શકે છે!