- અંતરિયાળ વિસ્તારના રોડ-રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી,તપાસની માંગ,
- નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નથી,આદિવાસી રહીશોની બદ્દતર હાલત,
- ફોરેસ્ટ કંપનીને જોડતા ૩-4 કિમી રસ્તો વષૉથી બન્યો નથી,વારંવાર રજુઆત છતાં પરિણામ શુન્ય,
તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરણા ગામ આવેલ છે,અને ઝરણાા ગામને અડીને જ ફોરેસ્ટ કંપની ફળીયું આવેલ છે,જેમાં આદિવાસી સમાજના લગભગ ૫૦-૬૦ ઘરોમાં ૪૦૦થી વધુ લોકો રહે છે,જેમાં પીવા-સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે જનજીવન ખાડે ગયું છે,અને રોડ-રસ્તા જેવી માળખાકીય ભૌતિક સુવિધાઓના સતત અભાવ જણાઇ રહ્યો છે,જેમાં ઝરણા ગામથી ફોરેસ્ટ કંપનીનો ૩-૪ કિમી રસ્તો વષૉથી બન્યો છે,વષૉ પહેલા ચોપડે બતાવી શકાય તે માટે માત્ર કામચલાઉ ધોરણે કામગીરી કરી હતી,ચોમાસામાં વરસાદી પાણીમાં ધોવાણ થઇ જતાં રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ જણાઇ રહી છે,રસ્તા ઉપર નાના-મોટા પથ્થર ઢગલા હોવાથીફોરેસ્ટ કંપનીમાં રહીશોને ભારે સાવચેતીથી અવરજવર કરવી પડી છે,મામુલી ગફલતથી દરરોજ માથાફૂટે છે,અને ચોમાસાની સિઝનમાં આદિવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે,આ બાબતે ગ્રામજનોએ જવાબદાર લોકો અને અધિકારીઓને વારંવાર રજુઆતો કરી છે,પરંતુ કમનસીબે આજદિન સુધી કોઇપણ પ્રકારના નક્કર પગલા ભરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે,જેથી આગામી ટુંક સમયમાં ઝરણા ગામની ફોરેસ્ટ કંપનીને જોડતા રસ્તાનું તાત્કાલિક ધોરણે નિમૉણની કામગીરી શરૂ થાય તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
નેત્રંગમાં રાજપારડી રોડ પર રહેતા વૃદ્ધ બાવાને ઘરના વાડામાં વાવેલા ગાંજાના છોડના 11.3 કિલો જથ્થા સાથે SOG એ ઝડપી પાડયો,
સુરત જિલ્લા એલ.સી.બીએ માંડવી બજાર માં આવેલ મોબાઇલની દુકાનમાં ચોરીના ગુનાના આરોપી ઓને ઝડપી પાડયા.
નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે લોન ચાલતી હોય બે નાના ભાઈઓને હાલ લગ્નની ના પાડતા મોટા ભાઈને કુહાડી અને પરાઈથી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે.