જિલ્લા આરોગ્ય અધિકારીનું દયાન દોરતા હાલ કામગીરી નું ભારણ વધારે છે. લેખિત મોકલો બાદમા તપાસ કરીશું.
પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૫ મે,૨૦૨૧.
નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ મા વસતા અભણ,અબુધ અને ભોળા આદિવાસી જનમાનસમાં કોરોના વાયરસ બાબતે ખોટી અફવાવો તેમજ ગ્રેર માઁગેદોરનારા તત્વોને લઇને સામાન્ય બિમારી થી લઇને કોરોના ની સારવાર લોકો નેત્રંગ ના ખાનગી દવાખાના ઓમ લેવા જતા ડૉકટરો ને તડાકો આવતા કોરોની સારવાર નું પેકેજ ૨૫ થી ૩૦ હજાર રુપિયા નુ બતાવતાં આરોગ્ય ને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લુંટ ચાલુ થતા પ્રજામા છુપો રોષ જોવા મળી રહયો છે.
તો બીજી તરફ આદિવાસીઓ સાથે શરૂ થયેલ લુંટ બાબતે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી નું દયાન દોરતા જાણવા મળ્યુ છે. કે હમણાં કામનું ભારણ વધુ છે , લેખિત મા મોકલો પછી તપાસ હાથ ધરી શું ?. ટાઉન સહિત તાલુકા ભરના ખાનગી દવાખાના ઓની આડમા ગેરકાયદેસર ની હોસ્પીટલો ધમધમતી જોવા મળી રહી છે.
કોરોના વાયરસ પોતાનો વિકરાળ પંજો બીજી લહેર મા વધુ ફેલાવતા ટાઉન સહિત પંથક ભરના ગ્રામ્ય વિસ્તારોમાં અસંખ્ય લોકોને તેની ઝપટ મા લેતા લોકો ને સંકમિત કયાઁ બાદ મોતને ઘાટ ઉતારતા ચારે તરફ ભયનો માહોલ જોવા મળી રહયો છે .તેવા સંજોગોમાં જાગુતા ધરાવતા લોકો તાત્કાલીક પરિસ્થિતિ સમજી કોરોના ની ભયાનકતા જાણી સારવાર કરાવા માટે સરકારી દવાખાનાઓ કે ખાનગી દવાખાના ઓનો આસરો લઇ રહયા છે. તેવા સંકમિતો સારા પણ થઇ રહયા છે.
પછાત તાલુકાઓમાં કોરોના વાયરસ બાબતે કોઈ પણ જાતની જનજાગુતિ નહિ, હોવાથી તેમજ આ વાયરસ બાબતે ખોટી અફવાવો,ગોબેલ્સ પ્રચાર ની સાથે પજા માનસ ને ગ્રેર માઁગે દોરવા માટે કરવામાં આવેલ અપપ્રચાર ને લઇને પ્રજા મા ભય ફેલાયેલ હોવાથી કોરોના ની જગ્યા એ કમળા ની દેશી દવા ,ભુવાજાગરીયા તેમજ અન્ય બિમારી નો ઇલાજ કરાવી રહયા છે, જયારે વધુ ગંભીર હાલતમાં સરકારી દવાખાના ઓના બદલે ખાનગી દવાખાનાઓમાં દઁદી ને લઇને જવામાં આવે છે,તાલુકા ની પ્રજામા ચાલતી ચઁચાઓ મુજબ ખાનગી ડૉકટરો દ્રારા પ્રથમ કોરોના નો ટેસ્ટ સરકારી મા કરાવવાના બદલે છે ક અંકલેશ્વર ખાતે સીટીસ્કેન કરવા મોકલી આપવામાં આવે છે. જો દઁદી નો રીપોટ પોઝિટિવ આવેતો તો તેની સારવાર અહિયા જ કરવામાં આવશે અને ગેરેન્ટી સાથે સારો કરી દેવામાં આવશે આના માટે દઁદી ના સગાસંબંધી ઓને સારવાર નું પ્રેકેજ બતાવતા આવે છે, જે પેકેજ ની કિમત રુપિયા ૨૫ થી ૩૦ હજાર હોય છે, કેટલાક કોરોના સંકમિત ની સારવાર મા એક આંતરે ઇંજેક્શન લેવા માટે દઁદી ને કહેવામાં આવે છે,જેતે દિવસે દવાખાના એ જઇને ઇંજેક્શન લેવાના હોય છે, ત્યારે પંથક ભરની કેટલાક જાગુતલોકો મા ચાલતી ચઁચા ઓ મુજબ ખાનગી ડૉકટરો કોરોના ની એવી તે કેવી સારવાર અપી રહયા છે, તે એક તપાસ નો વિષય છે, હાલમાં જ નેત્રંગ નો એક ડૉક્ટર રેમડેસિવીર ઇંજેક્શનો ની કાળા બજારી મા સંડોવણી બહાર આવી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા દવાખાના ઓની આડ મા ૧ થી ૧૫ બેડ સુધી ની ધમધમતી હોસ્પીટલો, તેમજ આરોગ્ય ની સુખાકારી ને જોખમ રુપ હોય તે બાબતે તપાસ થાય તેવું નેત્રંગ તાલુકા ની ગરીબ આદિવાસી જનતામાં ચચાઁઇ રહયું છે.
સરકાર દ્વારા પછાત તાલુકા ઓમાં બોગસ પ્રેકટીસ કરતા ડૉકટરોને પણ ઝડપી લઇ કડક હાથે કામગીરી કરવાની પણ પ્રજા માંગ કરી રહી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો
* નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ * કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી
જૂનાગઢ માં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારને લઈને 25 જેટલા પાર્ટી પ્લોટના ગરબા આયોજકો સાથે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ