December 1, 2024

નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ

Share to

સ્થાયી સમિતિના અધ્યક્ષ સફાઈ અભિયાનમાં જોડાયાઃ

સુરતઃબુધવારઃ- યુથ ફોર પીપલ્સ ટીમના ૨૦થી વધુ સ્વયસેવકો દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

        આ સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી પરેશ પટેલ, યુથ ફોર પીપલ્સ ટીમના રાહુલ ઠાકુર તથા સન્ની રાજપુત દ્વારા દર્દીઓના સગા-સંબધિઓને કોઈ અગવડતા ન પડે તે માટે પ્લાસ્ટીકના કચરા સહિત, ઝાંડી ઝાખરાનીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ વેળાએ પરેશ પટેલે સિવિલ હોસ્પિટલના અધિકારીઓને સ્વચ્છતાથી લઈ કોઈ પણ બાબતે મુશ્કેલી જણાય તો કોર્પોરેશન દ્વારા તમામ સહયોગ પુરો પાડવાની ખાત્રી આપી હતી. તેમણે હેલ્પ ડેસ્ક, ઓકિસજન પ્લાન્ટની મુલાકાત લઈને કોવિડ હોસ્પિટલની આસપાસ રસ્તાઓનું લેવલિંગ કરવાની અધિકારીઓને સુચના આપી હતી. દર્દીઓના સગા-સંબધિઓને બેસવા માટે ૫૦ જેટલી ખુરશીઓ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડિવાલા, નર્સિગ એસોસિયેશનના પ્રમુખશ્રી કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા નગરસેવક હિમાશું રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા. 


Share to

You may have missed