રાજપીપલા,બુધવાર :- હાલ કોવિડ-૧૯ અંતર્ગત સમગ્ર રાજયમાં વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લા ખાતે પણ વેક્સીનની કામગીરી રાજ્યકક્ષાની સૂચના અનુસાર શરૂ છે. હાલ નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ વય ધરાવતા લાભાર્થીઓ તથા FLW તેમજ HCW ને વેક્સીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકારશ્રીની સુચનાથી જે પણ લાભાર્થીઓએ કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેવા લાભાર્થીઓએ કોવીસીલ્ડ વેકસીનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી લેવાનો રહેશે અને કોવિન પોર્ટલમાં ડેટા એન્ટ્રી પણ ૪૨ દિવસ પછી કોવીસીલ્ડ વેકસીનનો બીજો ડોઝ આપ્યા પછી જ થશે તેમજ હવેથી લાભાર્થીને આપવામાં આવતા વેકસીનેશન કાર્ડમાં અને વેકસીનેશન રજીસ્ટરમાં પણ સુધારો કરીને આપવાનો રહેશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત રાજપીપલા- જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..