ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ જવાનો માત્ર મોબાઇલ માં ટાઈમ પાસ કરતા હોઈ તેવા દ્રશ્યો દરેક પોઇન્ટ ઉપર જોવા મળતા હોઈ છે…જેમાં મહિલા હોમગાર્ડ અગ્રેસર…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થવા માટે કરેલ હોમગાર્ડ જવાનો ની ફરજો શુ માત્ર ટાઈમ પાસ..?..
ભરૂચ જિલ્લા માં હાલ મોટી સઁખ્યા માં TRB અને હોમગાર્ડ મહિલાઓ અને પુરુષ ની ભરતી કરવામાં આવી છે સરકાર દ્વારા બેરોજગારો ને રોજગારી આપવા માટે નો આ એક ખુબ સરાહનીય પ્રયાસ કહી શકાય જેના થી ગરીબ યુવા લોકો ને ઘરઆંગણે એક રોજગાર મળી રહ્યો છે જેનાથી તેઓ પગભર થઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે….
પોલીસ વિભાગ,બેંક, હોસ્પિટલ, સ્કૂલ કોલેજ, ચાર રસ્તા, સરકારી બિલ્ડીંગ, જાહેર સંસ્થા,બજાર સહિત ટ્રાફિક ને લગતી ઘણી જગ્યા ઉપર આ હોમગાર્ડ જવાનો ને લોક સેવા માટે ફરજ આપવામાં આવી છે પરંતુ અહીં ના લોકો ને રોજગારી તો મળી પરંતુ તેમાના કેટલાક આ કાર્ય સાથે જોડાયેલા હોમગાર્ડ જવાનો રોજગારી નો દૂર ઉપયોગ થઈ રહ્યો હોઈ તેવા લોકો માં પ્રશ્નો ઉભા થયા છે.. લોક માં ચર્ચા પ્રમાણે મહિલા તેમજ પુરુષ હોમગાર્ડ જવાનો તેઓના સમય અનુસાર પોઇન્ટ ઉપર તો આવે છે પરંતું તેઓ ના ડ્યૂટી ના સમય દરમિયાન મોટા ભાગ ના જવાનો માત્ર મોબાઇલ અથવા અન્ય પંચાત માંજ ખોવાઈલા રહેતા નજરે ચડે છે તો રાત્રી દરમિયાન વારા ફરીથી સુતા નજરે ચડતા હોઈ છે..
હોંમગાર્ડ ટ્રાફિક હોઈ કે પછી અન્ય સ્કૂલ, બેંક ની બહાર બેસેલા નજરે ચડે છે ઝગડીયા, રાજપારડી, ઉમલ્લા જેવા મુખ્ય નગરો માં તમને ચારે કોર હોમગાર્ડ જવાનો અન્ય જનતા ની સરખામણી માં વધુ જોવા મળી જશે ત્યારે પોલીસ વિભાગને મદદ રૂપ થઈ સાથે કામ કરતા આ હોમગાર્ડ જવાનો પોતાને પણ કોઈ ઉચ્ચ અધિકારીઓ હોઈ તેવા વર્તન પણ કરતા નજરે ચડતા હોઈ છે તો ક્યાંક દુકાનદારો,અન્ય લોકો અને સામાન્ય વાહન ચાલક ઉપર પોતાનો રોપ ઝાડતા હોઈ છે તેવા પણ અંનેક કિસ્સા આ તાલુકામાં બની ગયા છે ત્યારે હોમગાર્ડ જવાન ની શુ શુ ફરજ આવે છે તે કોણ સમજાવશે મુખ્યત્વે ગ્રામ રક્ષક દળ ગ્રામનું રક્ષણ કરવા માટેનુ એક વ્યવસ્થિત દળ છે. જે ચોરી અને અસામાજીક પ્રવુતિઓ વગેરેથી પોલીસ ને માહિતગાર કરી ગ્રામનું રક્ષણ કરવાનું હોઈ છે તેમજ ગામો માં જાહેર શાંતિ સુલેહ ની કામગીરી કરવાની હોઈ છે ગામો માં અન્ય સામાજિક પ્રવુતિઓ ખડે પગે રહી લોક સેવા કરવાનું હોઈ છે ત્યારે હાલ હોમગાર્ડ જવાનો ની આ બધી પ્રવુતિ માત્ર નામ પૂરતી હોંઈ તેમ હાલ લાગી રહ્યું છે જેમાં તેઓની કરવાની આવતી ફરજ માત્ર કોઈ છાંયો અને ખૂણા માં બેસી મોબાઇલ માં ટાઈમ પાસ કરવાની હોઈ તેમ સમજી દિવસ રાત મોબાઇલ અને કલાકો ના વારા પાડી સુઈ રહી ને પોતાના નોકરી ના કલાકો પસાર કરી રહ્યા છે ત્યારે જિલ્લા કમાન્ડન્ટ જે તે વિભાગ પણ આ બાબતે નિષ્ક્રિય હોઈ તેમ લોકો ના ટેક્સ ના પઇસા વેડફાઈ રહ્યા છે સુવિધાઓના નામે ક્યાંક ને ક્યાંક સરકારી વિભાગો માં પણ આ એક નિષ્ક્રિય વિભાગ સરકારી તિજોરી ઉપર બોજ નાંખી રહી હોંઈ તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે..
ઉમલ્લા,રાજપારડી, ઝગડીયા મુખ્ય મથકો સહિત દિવસ અને રાત્રી દરમિયાન ઘણા,ધાડ,ચોરી ના કિસ્સા બનવા પામ્યા છે તેમાના કેટલાય ચોરી ના બનાવો પોલીસ અને હોમગાર્ડ જવાનો ના પોઇન્ટ નજીક પાસેથી જ બનવા પામ્યા છે ત્યારે આવા બનાવો ના પગલે આવા હોમગાર્ડ જવાનો ની કામગીરીઓ ઉપર પણ સવાલો ઉભા થયાં છે હેરક જગ્યા ઉપર પોલીસ જવાનો અન્ય કામગરી માં હોઈ જ્યાં હોમગાર્ડ જવાનો ને તેનાત કરવામાં આવ્યા છે જેનો લાભ ઉઠાવી અસામાજિક તત્વો ને મોકળું મેદાન મળી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ ના અધિકારીઓ પણ આ વાત ને ધ્યાન લઈ ગૃહરક્ષક દળ હેઠળ કામ કરતા જવાનો ના કાન મચકોડશે કે કેમ તે જોવું રહ્યુ...