જૂનાગઢમાં ગેરેજમાં રીપેરીંગ કરવા માંટે આવેલી બસની ચોરી થઈ હતી ચોરી કરનાર આરોપીને રૂ.૮.૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે જુનાગઢ પોલીસે પકડી પાડીયો

Share toજુનાગઢ, મજેવડી દરવાજા, મહાસાગર ટ્રાવેલ્સ ઓફીસ સામેથી ટ્રાવેલ્સ-બસ તથા સરગવાળા કારખાના વિસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરી કરનાર ઇસમને રૂ.૮.૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વણ-શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ -એ- ડિવીઝન પોલીસ

મહે. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા લોકોની મીલ્કતનુ રક્ષણ થાય અને ચોરી, ચીલઝડપ, લુટ, ધાડ, ઘરોફડ જેવા મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકે અને આવા ગુન્હા બને તો કેવી રીતે આરોપીને મુદામાલ સાથે શોધી મુદામાલ ભોગ બનનારને પરત આપાવી શકાય તેવી પરીણામલક્ષી કામગીરી કરી શકાય તે માટે અવાર નવાર સલાહ/સુચનો આપવામાં આવેલ હોય,

જે અનુસંધાને જુનાગઢ-વિભાગ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ફારૂકભાઇ ઇસ્માઇલભાઈ હાલા રહે.-નથુકૃપારામ ડેલો, ઢાલરોડ, જુનાગઢ વાળાએ તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગે પોતાની ટ્રાવેલ્સ-બસ રીપેરીંગ કરવા અર્થે મજેવડી દરવાજા, મહાસાગર ટ્રાવેલ્સ ઓફીસ સામે આવેલ ગેરેજ ખાતે મુકેલ હોય અને આશરે સાડા દશેક વાગે ગેરેજ બંધ થતા ટ્રાવેલ્સ-બસના ડ્રાઇવર તથા ગેરેજ માલીક બસ ત્યાં જ રાખી પોત પોતાના ઘરે જતા રહેલ હોય અને બીજા દિવસે સવારે આશરે સાતેક વાગે ગેરેજ ખાતે આવતા સદર ટ્રવેલ્સ બસ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇને જતો રહેલ હોય વિ. મતલબે જાહેરાત આપતા જુનાગઢ એ ડિવી.પો.સ્ટે.ખાતે  વણ શોધાયેલ ગુન્હો ર,જી થયેલ હોય જે શોધી કાઢવા એ” ડિવીઝન પો.સ્ટે.ના પો. ઇન્સ.  વી.જે.સાવજ સાહેબે તુરત જ ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ.  ઓ.આઈ.સીદી તથા સ્ટાફને આ કામના ચોર તથા મુદામાલ શોધવા સુચના આપતા આ કામે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લાગેલ નેત્રમ શાખાના સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી ગુન્હા નિવારણ શાખાના એ.એસ.આઈ. સરતાજ સાંધ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મેળવી આ કામના ચોર ઇસમને આ કામે ચોરી કરેલ ટ્રવેલ્સ-બસ તથા સરગવાળા કારાખાના વિસ્તારમાંથી ચોરી કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢેલ.

” ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ તથા ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ.ઓ.આઇ.સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સોધ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા
સાજીદખાન બેલીમ તથા જુવાન લાખણોત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા ભરત ઓડેદરા તથા નીલેષ રાતીયા તથા નેત્રમ શાખાના પો.સ.ઈ.  પી.એચ. મશરૂ તથા પો.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા તથા હાર્દીકસિંહ સિસોદીયા પોલીસ સ્ટાફ દ્વારા આરોપી
સીકંદરભાઇ હાજીભાઇ સમા રહે,જુનાગઢ, ખ્વાજાનગર મસ્જીદ સામે સંધીપરા, (2) આરોપી પાસેથી (૧) ટ્રાવેલ્સ બસ કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા (૨) સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિ.રૂ.૩0,000 જૂનાગઢ પોલીસે મુદ્દા માલ સાથે આરોપીને પકડી પડ્યો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed