December 31, 2024

ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકાના રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ સિલિકા પ્લાનટમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ નજીક નવો સિલિકા પ્લાન્ટ બનાવવાનું કામ ચાલતું હોઇ તેનો સામાન આદિત્ય મિનરલ્સની ખુલ્લી જગ્યામાં મુકેલો હતો.ગત તા.૨૯ મીના રોજ પ્લાન્ટના માલિક તુષારભાઇ વઘાસીયા સવારના દસ વાગ્યાના અરસામાં સિલિકા પ્લાન્ટ પર આવ્યા ત્યારે જે સામાન મુકેલો હતો તે થોડોક ઓછો જણાયો હતો,તપાસ કરતા સામાનમાં ૨૪ નંગ જેટલા કનવેર રોલર જણાયા નહતા. ત્યારબાદ આજુબાજુમાં તેની તપાસ કરવા છતાં કોઇ ભાળ મળી નહતી,તેથી આ ૨૪ નંગ કનવેર રોલર કોઇ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી. સિલિકા પ્લાન્ટમાં થયેલ ચોરીની આ ઘટના સંદર્ભે પ્લાન્ટના માલિક તુષારભાઇ કનુભાઇ વઘાસીયા રહે.કામરેજ જિ.સુરતનાએ રાજપારડી પોલીસમાં સામાન ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed