December 6, 2024

બીટીપી ના દિલીપ વસાવા અને ભાજપા ના જયેન્દ્ર વસાવા વચ્ચે પ્રમુખ ની હરિફાઇ…કોણ જીતશે કોણ બનશે પ્રમુખ ?

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 13-09-23

ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા.

પ્રમુખ પદની રેસમાં બીટીપી ના દિલીપ છોટુભાઈ વસાવાએ ઉમેદવારી કરતા ઝગડીયા ની પ્રમુખ ની ચૂંટણી બિનહરીફ રહી નથી…

ભાજપાની ૧૯ અને બીટીપી ની ૩ તાલુકા પંચાયત ની બેઠકો છે.ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ. કારોબારી અધ્યક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થતા બાકી રહેતી મુદત માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યોની બેઠક બોલાવવામાં આવશે. આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્રો ભરવાના દિવસે પ્રમુખ માટે બે ઉમેદવારી પત્ર ભરાયા છે. આજરોજ પ્રમુખ પદ માટે ભરાયેલા બે ઉમેદવારી પત્રમાં બીટીપી ના સભ્ય દિલીપ છોટુભાઈ વસાવા એ ઉમેદવારી પત્ર ભર્યું હતું તથા ભાજપમાંથી જયેન્દ્ર રતિલાલભાઈ વસાવા એ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

પ્રમુખ પદ માટે વધુ એક ઉમેદવારી પત્ર ભરાતા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખની સીટ માટે ચૂંટણી યોજાશે આ સંદર્ભે આવતીકાલ તારીખ ૧૪.૯.૨૩ ના રોજ અધ્યાસી અધિકારીની અધ્યક્ષતામાં ઝઘડિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી માટે ખાસ એક બેઠક બોલાવવામાં આવનાર છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નો હોદ્દો અનુસૂચિત આદિજાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે જેથી ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી આવતીકાલે યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ માં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત ઝઘડિયાની ચૂંટણીમાં બીટીપી ને ૩ અને ભાજપા ને ૧૯ બેઠકો મળી હતી. પ્રમુખ પદની રેસમાં બીટીપી ના દિલીપ છોટુભાઈ વસાવાએ ઉમેદવારી કરતા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ થવા પામી નથી અને જેની ચૂંટણી આવતીકાલે યોજાશે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપમાં જ અંદરો અંદર ખૂબ ખેંચતાણ ચાલી રહી હતી જ્યારે ભાજપા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે જયેન્દ્ર રતિલાલભાઈ વસાવા ઉપપ્રમુખ માટે સોનલબેન નરેન્દ્રસિંહ રાજ તથા કારોબારી અધ્યક્ષ માટે વિદ્યાબેન જગદીશભાઈ વસાવા ના નામનું મેન્ડેડ આવ્યું છે.


Share to

You may have missed