September 7, 2024

જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આયુષ્માન ભવઃ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગાંધીનગર ખાતેથીભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્વોપદી મૂર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

Share to



જૂનાગઢ માં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્વોપદી મૂર્મુના હસ્તે આયુષ્યમાન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા અગ્રણીઓ અને અધિકારીઓ
તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયામાં ‘આયુષ્માન આપ કે દ્વાર’, ‘આયુષ્માન આરોગ્ય મેળો’ અને ‘આયુષ્માન સભા’ ના કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ તા.૧૩
દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્વોપદી મૂર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મહાનુભાવો ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ “આયુષ્માન ભવ:” અભિયાન હેઠળ દેશભરમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયામાં ‘આયુષ્માન આપ કે દ્વાર’, ‘આયુષ્માન આરોગ્ય મેળો’ અને ‘આયુષ્માન સભા’ ના કાર્યક્રમો યોજાશે.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા સહિતના મહાનુભાવોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ તકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની જાળવણી સરકાર કરી રહી છે. આરોગ્યલક્ષી કાર્યક્રમો થકી આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે લોકો પાસે કાર્ડ ન હોય તેમનો સંપર્ક કરી કાર્ડ કાઢી આપવામાં આવશે. આજે લોકોની બિમારીની ચિંતા સરકાર કરી રહી છે અને આરોગ્ય કવચ તરીકે આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ અન્વયે સારવાર લેનાર લાભાર્થી કરશનભાઇ હરદાસભાઇ ભેટારિયાએ જણાવ્યું હતું કે, હું બિમાર પડ્યો અને સારવાર કરાવવા લાખો રૂપિયાનો ખર્ચ થાય એમ હતો. નાનો ખેડૂત હોવાથી લાખો રૂપિયાની રાજકોટ, અમદાવાદની મોટી હોસ્પિટલમાં કેમ સારવાર કરાવવી, પરંતુ આયુષ્માન કાર્ડ થકી મને વિના મૂલ્યે સરકાર તરથી પ્રાઇવેટ સારી હોસ્પિટલમાં સારવાર મળી અને આજે હું તંદુરસ્ત છું, સરકારશ્રીનો આભાર કે અમારા જેવા નાના માણસોનું ધ્યાન રાખે છે.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ટીબીના દર્દીને મદદરૂપ થતા નિક્ષય મિત્રનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટીબી ઓફિસર ડો.ચંદ્રેશ વ્યાસ દ્વારા નિક્ષય મિત્ર અંગે માહિતી આપી હતી.
આ તકે ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, કંચનબેન ડઢાણિયા, મનપા સ્ટેડિંગ કમિટીના ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા, મનપા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતિ પલ્લવીબેન, કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનરશ્રી રાજેશ તન્ના, અધિક કલેક્ટરશ્રી પી.જી.પટેલ, જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના પદાધિકારી-અધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આશા બહેનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed