સાગબારા તારીખ 25,7,24
સાગબારા તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ માં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સાગબારા ડિજીવીસીએલના કર્મચારીઓ ખડે પગે કામગીરી કરી રહ્યા છે અને વીજ ગ્રાહકોને વીજપુરવઠો 24 કલાક મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી વરસાદની ચિંતા ન કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ડિજિટલ યુગના જમાના મા જો ટીવી જોતા જોતા અચાનક ટીવી બંધ થઇ જાય કે પછી ધોધમાર વરસાદ પડે અને થોડા સમય માટે વીજ પુરવઠો બંધ થઇ જાય ત્યારે તરત જ ડિજીવીસીએલ સાગબારા ઓફિસમાં ફોન કરી દેતા ગ્રાહકોએ કદી વિચાર્યું પણ નહીં હોય કે વીજ પુરવઠો પૂર્વવ્રત કરવા માટે ડિજીવીસીએલ ના કર્મચારીઓ સામે કેટલું જોખમ રહેલું હોય છે.ચાલુ વરસાદમાં પણ ડિજીવીસીએલ ના લાઈનમેન પોતાના જીવ ને જોખમમાં મૂકીને પણ લોકોના ઘરોમાં અંધકાર ન રહે તે માટે દરરોજ ખડેપગે જોખમ સાથે બાથ ભીડે છે.અને ગમે તેવા સંજોગોમાં ખોરવાઈ ગયેલા વીજ પુરવઠા ને પાછો લાવી અજવાસ પાથરતા હોય છે.
સાગબારા તાલુકો કે ચારેકોર જંગલોથી ઘેરાયેલો છે ત્યારે ચોમાસા દરમિયાન જંગલોમાં કે પછી ગામડાઓમાં મહાકાય વૃક્ષો પણ પડી જતા હોય છે તેવા સંજોગોમાં ભારે કે અતિભારે વરસાદમાં પણ વીજ પુરવઠો સતત જાળવી રાખવા માટે સાગબારા ડિજીવીસીએલ ના જુ.એ.ડેવિડ વસાવા સહિત લાઈનમેનો અને વીજ કંપનીના કોન્ટ્રાક્ટર અને તેમનો સ્ટાફ સતત ખડેપગે કામગીરી કરી રહ્યા છે.ધોધમાર કે સાંબેલાધાર વરસાદમાં પણ વીજ ગ્રાહકો માટે અહીંનો સ્ટાફ દિવસ રાત ન જોઈ કામગીરી કરવા તૈનાત રહે છે.ત્યારે ઉનાળા દરમ્યાન પણ 45 ડીગ્રી ના ધોમધખતા તાપમાં પણ અહીંનો લાઈનમેન વીજ પુરવઠો પૂર્વવ્રત કરી આપતો હોય છે.ત્યારે હાલ તાલુકામાં પડી રહેલા મૂશળધાર વરસાદ માં વીજ પુરવઠો ખોરવાતા વીજ થાંભલાઓ ઉપર ચઢીને ફોલ્ટ રિપેરિંગ કરી રહ્યા છે અને વીજ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ લાવી રહ્યા છે.
લાઈનમેનો રોજ જીવંત વાયરો સાથે કામગીરી કરે છે માટે વીજ પુરવઠો ખોરવાઈ તો ગ્રાહકો થોડી ધીરજ રાખે
સાગબારા તારીખ 25,4,24
શિયાળો ,ઉનાળો કે પછી ચોમાસુ હોય તાપ તડકો,ઠંડી કે પછી વરસાદમાં પણ લાઈનમેનોની રોજિંદી કામગીરી જીવંત વાયરો સાથે કરતા હોય છે ત્યારે આવી જોખમી કામગીરીમાં નાની અમસ્તી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.માટે હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદમાં જો વીજ પુરવઠો ખોરવાઈ તો ગ્રાહકો થોડી ધીરજ રાખે ,વીજ પુરવઠો ગ્રાહકોને સતત મળી રહે તે માટે ડિજીવીસીએલ સાગબારા નો સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,