December 21, 2024

ઝઘડિયા પંથકમાં અવિરત વરસેલા વરસાદના કારણે કઠોળ શાકભાજી સહિતના પાકને તથા જમીન ધોવાણ થવાથી વ્યાપક નુકસાન

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ગુમાનદેવ ઉચેડિયાની ખાડી ના વરસાદી પાણી થી રાણીપુરા સીમના ખેતરોમાં ઉભા પાક સાથે જમીનનુ ધોવાણ થયુ.

મગફળી સોયાબીન કપાસ તુવેર સહિતના પાકોને માઠી અસર થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે


ઝઘડિયા પંથકમાં મંગળવારે રાત્રિથી શરૂ થયેલા ધીમો વરસાદ બુધવાર સવાર સુધીમાં પાંચ ઇંચ જેટલો હતો વરસી ચુક્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે ખેતીને નુકસાન થવા પામ્યું હતું, આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી માં વરસાદના પાણીના પ્રવાહથી રાણીપુરા ગામની સીમ ના ખેતરોનુ ઉભા પાક સાથે ધોવાણ થયું હતું, સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ શાકભાજી કપાસ જેવી ખેતી પણ મોટાપાયે કરતા હોય છે, અવિરત ૧૨ કલાક વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું હતું, ખેતરોમાં પાણી ભરાવાના કારણે મગફળી સોયાબીન કપાસ તુવેર ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીના પાકને પાણીના ભરાવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે, તાલુકાના ઉચેડિયા રાણીપુરા લીંમોદરા વિસ્તારમાં મોટું નુકસાન પાકને થવા પામ્યું છે, આ ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે, તાલુકાના રાણીપુરા ગામની સીમને અડીને ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી વહે છે તે ખાડીમાં પણ ઉપરવાસમાં તથા સ્થાનિક વરસાદ વરસવાના કારણે ખાડી બે કાંઠે વહેતી હતી જેના કારણે રાણીપુરા સીમ ના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું હતું ધોવાણમાં આખા ખેતરો બોરિંગ સાથે ધોવાઈ ગયા ના અહેવાલ ખેડૂતો પાસેથી મળ્યા હતા, ગતરોજ વરસેલા વરસાદે ખેતરના ઉભેલા પાક અને તો નુકસાન કર્યું છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ખેતરોની જમીનો પણ ધોવાણ થતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું.


Share to

You may have missed