જૂનાગઢ – કામધેનું યુનિવર્સિટીના કર્મચારીઓ, અધિકારીઓ ના પ્રશ્નો હલ નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતસે

Share toજૂનાગઢ – કામધેનું યુનિવર્સિટીના કર્મચારીઓ, અધિકારીઓ આંદોલનના માર્ગે છેલ્લા ત્રણ વર્ષથી સેવાકીય પડતર પ્રશ્નોનું નથી આવતું નિરાકરણ
સરકારનું હકારાત્મક વલણ પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે વિલંબ વર્ષ 2021 માં કૃષિ યુનિ. માંથી વેટરનરી, ડેરી, ફીશરીઝ તથા સંલગ્ન વિભાગોને તબદીલ કરીને કામધેનું યુનિ. ની રચના કરવામાં આવી હતી
સાતમા પગાર પંચનો લાભ, કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ, મેન્યુઅલ ફીક્સેશન સહીતની માંગણીઓ ત્રણ વર્ષથી પડતર છે અનેક વખત લેખીત અને મૌખીક રજૂઆતો છતાં નથી આવતું કોઈ પરિણામ અંતે કર્મચારીઓ અને અધિકારીઓએ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો
વેટરનરી કોલેજ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કરાયા
પરિપત્રમાં સરકારશ્રી દ્વારા કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓને નોન પ્રેકટીસ અને આ આઈએફએમએસ ઓર્ડર નું મેન્યુફેક્શન કરવા બાબતનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં કામધેનુ યુનિવર્સિટીના સત્તાધિસની મેલી મુરાદને કારણે આજ દિન સુધી અમલવારી થઈ શકી નથી વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નને વિલંબ કરવામાં આવી રહ્યો છે
પ્રશ્નો હલ નહીં થાય તો આગામી 15 સપ્ટેમ્બર થી પેનડાઉન તથા 25 સપ્ટેમ્બર થી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to