માંડવી તાલુકા ઉશ્કેર (રામકુંડ ) ગામ ખાતે ગૌચરની જમીન પર ચાલી રહેલ સુજલામ સુભલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરીને ગ્રામજનો દ્વારા વિરોઘ પ્રદર્શન કરી કામગીરી અટકાવી દેવાય.

Share to




અમારા ગામમાં ગૌચરની જમીનનો અભાવ અને પુરતા પિયત વિસ્તાર હોવાથી તળાવની કોઈ જરુરિયાત નથી:::ગ્રામજનો

સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના ઘરમપુર બાદ.ઉશ્કેર (રામકુંડ) ગામે સિંચાઈ માટે પુરતી વ્યવસ્થા ઘરાવતા ઘરમપુર બાદ.ઉશ્કેર (રામકુંડ) ગામે સુજલામ સુભલામ તળાવની કામગીરીનો વિરોઘ કરી કામગીરી ને અટકાવી દેવાય હતી.જોકે
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠડ દરેક જીલ્લામાં સરકાર દ્વારા 75 તળાવ બનાવવાનો મહત્વકાંક્ષી પરિયોજના ના ભાગરુપે ગતવર્ષે જીલ્લાના વિવિઘ તાલુકાઓમા *અમૃત સરોવર* યોજના હેઠળ તળાવ બનાવવાની કામગીરી શરુ કરવામા આવેલ હતી. ત્યારબાદ બાદ ચાલુ વર્ષે એ તળાવો ઊંડા કરવા માટે *સુજલામ સુભલામ યોજના* ની કામગીરી ચાલી રહિ છે ત્યારે, ગત વર્ષેની જેમ આ વર્ષે માંડવી તાલુકાના ઉશ્કેર (રામકુંડ) ની સીમમાં આવેલ ગૌચર ની જમીન સર્વે. 144 ગામજનો દ્વારા ફરિ એકવાર હલ્લાબોલ કરી,

તળાવ ઊંડુ કરવાની કામગીરી કરનાર જી.આર.આઈ.એલ. લી. કંપનીના અંદાજીત 10 થી વઘુ હાઈવા, બે હિટાચી મશીનોને રોકવામા આવ્યાં હતા.અને આ બાબતે ગામજનોના દ્વારા જણાવ્યાં અનુસાર, ગામની સીમમા ગૌચરની જમીન માં ગામજનોને વિશ્વાસમાં લીઘા વિના સિંચાઈની પુરતી વ્યવસ્થા ઘરાવતા ઉશ્કેર (રામકુંડ) ગામના લોકો દ્વારા ગૌચર જમીનનાં અભાવને લઈ ચિંતાઓ વ્યક્ત કરી, માંડ માંડ બચેલ ગૌચર જમીનમા તળાવની કોઈ જરુરિયાત ન હોવા છતા, વારંવાર તળાવની કામગીરી આપી દેતા તંત્ર અને પ્રશાસનની મનશા પર પ્રશ્નો ઉઠાવવા માં આવ્યાં હતા.જોકે ગતવર્ષે સરકારની અમૃત સરોવર યોજના હેઠળ ગામ પંચાયત દ્વારા તળાવ બનાવવાનો ઠરાવ કરાયા બાદ, ગતવર્ષે પણ ગામજનો દ્વારા એ કામગીરી અટકાવવામાં આવેલ હતી.હાલ, ચાલુ વર્ષે માંડવી પ્રાંત અઘીકારીના અભિપ્રાય બાદ, સિંચાઈ વિભાગ દ્વારા જી.આર.આઈ.એલ ઈન્ફ્રા લી. કંપનીને તડાવ ઊડુ કરવા બાબતનો વર્ક ઓર્ડરનાં આઘારે તળાવ બનાવવાની કામગીરી શરુ કરેલ હતી.ગામજનો દ્વાર ગતવર્ષને અમૃત સરોવર ની તળાવના વિરોઘ બાદ, ફરી એકવાર ગૌચરની જમીનમાં તળાવ ઊંંડૂ કરવાની કામગીરીને રોકવામા આવી હતી.
.ઉલ્લેખનીય છે. કે, ગામનાં કેટલાંક આગેવાનો દ્વારા તળાવ ની કામગીરી ને સ્થગીત રાખવા માટે ગતરોજ માંડવી પ્રાંત અઘીકારી, ટી.ડી.ઓ તેમજ પોલિસ વિભાગને જાણ કરાયેલ હતી. મોટી સંખ્યા માં ગામજનો દ્વારા તડાવ ઊડુ કરવાની કામગીરી રોકવામા આવી રહી હતી ત્યારે સુરક્ષા અને સલામતી ના ભાગરુપે તડકેશ્વર આઉટપોસ્ટ નો સ્ટાફ ઘટના સ્થડે ઊપસ્થિત રહી હતી જેથી કોઈ અનીચ્છનીય બનાવ બન્યો ન હતો.

રિપોર્ટર./ નિકુંજ ચૌધરી માંડવી સુરત


Share to

You may have missed