બોડેલી ચારચક પંચાયતમાં આવેલ રાજ રેસીડેન્સી વિસ્તારમાં મન્સૂરી મુસ્તાકભાઈ જેવો હમણાં થોડા સમય પહેલા જ રાજ રેસીડેન્સીમાં તેઓનું મકાન બન્યા બાદ રહેવા આવ્યા હોય અને છેલ્લા થોડા દિવસથી વડોદરા ખાતે તેઓના વતનમાં ગયા હોય ત્યારે બંધ મકાનના તકનો લાભ લઈને તસ્કરો મકાનના તારા તોડીને ઘરમાં ઘૂસ્યા હતા ચાચક વિસ્તારમાં આવેલ રાજ રેસીડેન્સીમાં મકાન બંધ હતું ત્યારે ગઈ રાત્રીએ તસ્કરો દ્વારા મકાનના તારા તોડી અને તિજોરી નો સામાન અને બીજા બધા સામાનને વેર વિખેર કર્યો હતો પણ કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગતા તસ્કરો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા પણ વારંવાર આ વિસ્તારમાં ચોરીના બનાવો બનતા હોય છે તેમ આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર