November 21, 2024

જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી  વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ

Share to

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ શ્રી જે જે પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ.વાય પી.હડિયા સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના માાણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢની ટીમના એ.એસ.આઈ ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ નોરી નાઓને સયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ સી-ડીવી.પો સ્ટે માં આઇ.પી.સી. કલમ મુજબના ગુન્હાનો આરોપી જયંતીભાઇ વાઘજીભાઇ મોલીયા રાજકોટ કામનાથ સોસા શેરી નં-૦૪ હુળકો ક્વાર્ટરની પાછળ વાળો છેલ્લા પાંચેક વર્ષથી ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને મજકુર આરોપી હાલ તેના રહેણાક મકાને રાજકોટ શહેર ખાતે હોય તેવી હકિકત મળતા તાત્કાલીક પરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરી આરોપીને ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએથી શોધી કાઢી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ જીલ્લાના સી-ડિવી.પો.સ્ટેને સોપવામાં આવેલ છે

કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ય, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે પટેલ, પેરોલ ફલો સ્કોડના પોસ.ઇ.શ્રી વાય.પી.હડીયા તથા એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો કોન્સ દિનેશભાઇ છૈયા તથા પ્રવિણસિંહ મોરી તથા યુ.પો.કોન્સ સેજલબેન આલાભાઈ દ્વારા આરોપી જયંતીભાઇ વાઘજીભાઇ મોલીયા રાજકોટ કામનાથ સોસાયટિ શેરી નં-૦૪ હળકો કવાર્ટરની પાછળ પકડી પાડવામાં આવ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to