ઈકરામ મલેક:રાજપીપળા નર્મદા
એલસીબી નર્મદા તરફથી મળતી માહિતી મુજબ ડેડીયાપાડા ખાતે ભરાતા હાટ બજારમાં એક ઈસમ શંકાસ્પદ મોટરસાયકલ લઈને આવતા તેને એલસીબી પોલીસના માણસો અટકાવી નામ પૂછતા તેનું નામ દિન મહંમદ ઉર્ફે સબીર મકરાણી રહેવાસી અક્કલકુવા મહારાષ્ટ્ર હોવાનું જણાવેલ તેની પાસે જે મોટરસાયકલ હતી તેના કાગળિયા વિશે પૂછતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
આથી પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે અન્ય ત્રણ બાઈકો ડેડીયાપાડા એપીએમસી ગ્રાઉન્ડની પાછળ આવેલા જાળી જાખરા માં સંતાડેલ છે તેવી કબુલાત કરી હતી અને ચારે મોટર સાયકલઓ ચોરી હોવાનું જણાય આવતા ચોરી અંગેનો ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી અર્થે ડેડીયાપાડા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે…
ડેડીયાપાડા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે અને અન્ય બે આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરાયા છે…. આરોપી પાસે થી મળ આવેક ચોરી ની 4 મોટરસાયકલ પૈકી એક રાજપીપળા થી એક ડેડીયાપાડા માંથી અને બે અંકલેશ્વર GIDC માંથી ઉઠાવી હોવાનું જાણવા મળેલ છે