September 7, 2024

નર્મદા પર 179 કરોડના ખર્ચથી બનતાંબ્રિજની કામગીરી પૂરજોશમાં..ઝઘડિયાના અશા-માલસર વચ્ચે બ્રિજ બનવાથી 20 કિમીનો ફેરાવો ઘટશે

Share to

નર્મદા નદી પર બનનારા પુલ ને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે…પુલ વહેલી તકે લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી તંત્ર ની તૈયારીઓ...


ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલાં બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.જેમાં વાત કરવામાં આવે તો વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે બનનારા પુલ થી બન્ને જિલ્લા વચ્ચે ના અંતરમાં 20 કિમીનો ઘટાડો થતાં વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ થશે તથા વડોદરા જિલ્લા સાથે વેપાર અને ઉદ્યોગો ના માલ સમાન અને પરિવહન માટે આ પુલ નું મહત્વ વધી જશે અને આમજનતા ને પણ આના થી વિશેષ ફાયદો થશે.. જો હાલ મા વાત કરવામાં આવે તો ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે વડોદરા જિલ્લા નું માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામો વચ્ચે નાવડીઓ મારફતે લોકો અવરજવર કરે છે. મોટા વાહનચાલકો માટે ઝઘડિયા તાલુકાના ગામોમાંથી વડોદરા જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવું પડતું હોય છે..

જેથી કરી ભરૂચ નર્મદા અને વડોદરા ના શિનોર સહિત ના લોકો અને તેઓ ની બાઇક, સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરતાં હોય છે. ત્તયારે રાજય સરકારે અશા અને માલસર
વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચથી પૂલ બનાવવાની કામગીરી શરૂ કરી છે. 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મિટર અને માલસર સાઇડ 2 કિલોમિટર જેટલો ભાગ રહેશે. નવો બ્રિજ બન્યા બાદ ભરૂચ જિલ્લાના, નેત્રંગ, ડેડિયાપાડા,મહારાષ્ટ્ર ઉપરાંત વડોદરા તરફથી આવતા અને જતા વાહનોને ઉમલ્લા થી જવા મા સરળતા રહશે સાથે જ આ બ્રિજ બનતા વડોદરા થી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ર જવા માટે 20 કિમી નું અંતર આછું થઈ જશે .કુલ 16 પિલ્લર ઉપર નવો બ્રિજ બનાવામાં આવ્યો છે ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવા સહિતની કામગીરી ચાલી રહી છે.બ્રિજને 16 પિલ્લર પર ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત રિટેઇનિંગ વોલ, સાઇડ વોલ, ગર્ડર કાસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.નવો બની રહેલો બ્રિજ વાહનચાલકો માટે આર્કષણનું કેન્દ્ર બનશે. વહેલી તકે બ્રિજનું લોકાર્પણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહયાં છે ત્યારે લોકો મા પણ આ બ્રિજ વહેલી તકે ચાલુ થવાની ખુશી વ્યાપી ગઈ છે


Share to

You may have missed