સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, ૨ લોકોની અટકાયત કરાઇ

Share to


(ડી.એન.એસ),સુરત,તા.૦૮
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન અનાજ કૌભાંડ મામલે વધુ બે આરોપીઓની ઁમ્સ્ હેઠળ અટકાયત કરીને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડ મામલે મુખ્ય આરોપી મેહુલ ભગવતીલાલ શર્મા અને સુનીલ ભગવતી લાલ શર્માને પકડ્યા છે. જેમાં મેહુલને પોરબંદરની જેલમાં મોકલવામાં આવ્યો છે અને સુનિલને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં અગાઉ ૯ આરોપી સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં તથા ચોખાનો સહિતના અનાજનો જથ્થો ત્રણ ટ્રકોમાં ખોટા બનાવટી બિલો બનાવીને બારોબાર સગેવગે કરવામાં આવતો હતો. આ બાબત ધ્યાન પર આવતા સચિન પોલીસ દ્વારા અનાજ ભરેલી ત્રણ ટ્રકો કબજે લેવામાં આવી હતી અને સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ફરીવાર આ સરકારી અનાજનું ગોડાઉન હતું ત્યાં વિજિલન્સ ટીમ દ્વારા તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો ત્યાંથી ૧ કરોડ ૨૮ લાખના ખાંડ ચણા નમક અને અનાજ વગેરેનો ઓવર સ્ટોપ મળી આવ્યું હતું. એટલે કે જે અનાજ ખરેખર પવારનેદારોને આપવાનું હતું એ લોકોએ નહીં આપી અને એ ગોડાઉન ની અંદર અનાજનો સ્ટોક કરવામાં આવેલો હતો.આ બાબતે એક અલગ દાખલ દાખલ કરવામાં આવ્યો હતો. આમ ગરીબોને જે સરકાર દ્વારા સસ્તા ભાવે રાહત દરે અથવા મફતમાં જે અનાજ આપવામાં આવે છે એ અનાજને બારોબાર સગેવગે કરી કૌભાંડીઓ દ્વારા ઠગાઈ વગેરે કરી અને કરોડો રૂપિયા કમાવવાનો ઈરાદો હતો.આ બાબતને સરકાર દ્વારા ગંભીરતાથી આ મામલાને લઈ એક જીૈં્‌ની રચના કરવામાં આવી હતી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ ગુનાની અંદર ટોટલ ગોડાઉન મેનેજર સહિત ૨૧ આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. આ બાબતે એની અગાઉ નવ જેટલા આરોપીઓની કલેક્ટર દ્વારા ઁમ્સ્ હેઠળની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મેહુલ ભગવતીલાલ શર્મા અને સુનિલ ભગવતીલાલ શર્મા આ બંને આરોપીઓને ઁમ્સ્ કરવામાં આવ્યા હતા અને બંનેમાંથી એકને રાજકોટ જેલ અને બીજાને પોરબંદર જેલની અંદર મોકલવામાં આવ્યો છે.


Share to