અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકડ ગતિ ની પણ હદ વટાવી દીધી છે..તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો ના રેલીઓ તથા જાહેર કાર્યક્રમો મા પોતાના ભાષણો મા વિકાસ ને લગતી વાતો કરતા તો જોયા હશે પરંતું જયારે તેઓ વાસ્તવિકતા જોવે અને જાણે. તો તેઓ ને પોતાના ભાષણો મા આપેલા વચનો અને પોતે ઉચ્ચારેલા શબ્દો યાદ કરી શરમ અનુભવે તેવા દ્રશ્યો હાલ અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા માર્ગ ના થઈ ગયા છે..ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે ના તવડી સુધી અને મુલદ થી નાના સાંજા ફાટક સુધી ના માર્ગ ખાડા માર્ગ થઈ જવા પામ્યા છે….
ઠેર ઠેર ફોર લેન હાઇવે ખાડા માર્ગ થઈ જતા વાહનચાલકો ને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે સમય ની બરબાદી ની સાથે સાથે વાહનો ને ઇંધણમા વધુ ખર્ચ થઈ રહ્યો છે તેમજ વાહનો ને મસમોટા ખાડા ના કારણે નુકસાન થઈ રહ્યું છે.તો માર્ગ મા પડી ગયેલ ખાડા મા પાણી ભરાવાના કારણે બાઈક ચાલકો ખાડા મા પડી રહ્યા છે વાત કરવામાં આવે તો બે દિવસ અગાઉ ઉમલ્લા થી રાજપારડી તરફ જઈ રહેલ બાઈક સવાર બે યુવાનો સારસા પુલ નજીક આવેલ આશીર્વાદ હોટેલ પાસે પાણી થી ભરેલ ખાડા મા તેઓ ની બાઈક સ્લીપ થઈ જતા તેઓ પાણી થી ભરેલ ખાડા મા પડ્યા હતા જેનાથી તેઓ ને નાની મોટી ઇજાઓ થવા પામી હતી તેમજ તેઓ પાણી થી ભરેલ ખાડા મા પડવાથી તેઓ ના કપડાં સહિત તેઓનું સામાન ભીજાઈ જવા પામ્યું હતું અને આ કીચડ થી લથપથ બેવ યુવાનો આ બે યુવાનો ઉમલ્લા ગામના હોઈ જેઓ કોઈક કામ અર્થે રાજપારડી તરફ જઈ રહ્યા હતા તેમ જાનવા મળ્યું હતું..
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી વરસાદ ચાલુ થયો છે તેના પેહલાજ વરસાદ મા અંકલેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના માર્ગ સહિત મુલદ થી ગુમાનદેવ ફાટક સુધી ના માર્ગ મા મસમોટા ખાડા પડી જતા ભ્રસ્ટાચાર લોકો ની આંખે દેખાઈ આવ્યો હતો આ રોડ મા કોઈ જાત નું ડામર નો ઉપયોગ ના થતા માત્ર મેટલ અને કાદવ થી ખાડા પુરવામાં આવી રહ્યા છે પરંતુ આ મટીરીયલ માત્ર કલાક માંજ છું થઈ જતું હોઈ છે અને રોડ ઉપર મોટા ચીલા પડી જતા આ ઊપસેલ ભાગ વાહનો ના નીચે ના ભાગ મા અડવાથી વાહનો ને નુકશાન પોહચી રહ્યું છે તેમજ પથ્થર સમગ્ર રોડ ઉપર ફેલાય જતા વાહનો સ્લીપ ખાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જોવા મળ્યું છે..જેના કારણે વાહન ચાલકો રોન્ગ સાઈડ ઉપર વાહન હંકારવા મજબુર બન્યા છે ત્યારે સવાલ એ છે કે જો રોન્ગ સાઈડ વાહન હંકારતા આ દિશા મા કોઈક અકસ્માત થાય અને કોઈકનું મૃત્યુ થાય તો તેનું જવાદાર કોણ.?
વારમવાર કો્ટ્રાકટર દ્વારા હલકું મટીરીયલ વાપરતા વારમવાર ખાડા પડી જવાથી એકજ સ્થળ ઉપર માટી પુરાણ ની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે લોકો ને મુશ્કેલી પડી રહી છે આ માર્ગ મા હલકી ગુણવત્તા વાળું કામ કરતા લોકોના ટેક્સ ના રૂપીયા વેડફાઈ રહ્યા છે ત્યારે આવી કામગીરી બાબતે તંત્ર ના અધિકારીઓ તપાસ કરશે ખરા કે પછી વાહન ચાલકો ને હજુ હાલાકી વેઠવાનો વારો આવશે તે જોવું રહ્યું..
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.