December 10, 2023

નેત્રંગ નગરમા બનેલ સીસી રસ્તા વચ્ચે ગટર લાઇન માટે જગ્યા છોડતા આખો રસ્તો પાઁકીગ જોન બની ગયો.ભર ચોમસે આમ પ્રજા અને વાહનધારકો હેરાનપરેશાન.

Share to


નેત્રંગ. તા,૧૧-૦૭-૨૩.

નેત્રંગ નગર મા મુખ્ય રસ્તા નુ નવીનિકરણ શરૂ થયુ છે. જેમા એક તરફના રસ્તા ની કામગીરી મહંદ અંશે પુણઁ થઇ ચુકી છે. પરંતુ ગટર લાઇન માટે વચ્ચે વચ્ચે જગ્યા છોડવામા આવતા હાલ આ રસ્તો પાઁકીગ જોન બની ગયો હોવાથી નગરની પ્રજા હેરાન પરેશાન થઇ ઉઠી છે.
તો બીજી તરફ ભર ચોમાસાની સિઝન મા ગટર લાઇન ની કોઈ પણ જાતની કામગીરી થવાની નથી, તો ગટર માટે છોડવામા આવેલ જગ્યા હાલ પુરતી પંચાયત સતાધિશો પુરાણ કરાવીને તાત્કાલિક એક તરફ નો સીસી રસ્તો નો ઉપયોગ શરૂ કરાવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ નગર નો મુખ્ય રોડ રસ્તો ચાર રસ્તા થી લઇ ને જવાહરબજાર , ગાંધીબજાર તેમજ જીનબજાર જોડતો માર્ગ છેલ્લા દસ પંદર વર્ષ થી કામગીરીમા  ભારે ગોબાચારી નીતીથી  બનેલ જેને લઇ જવાહરબજાર થી લઇ ને જલારામ મંદિર સુધી રોડનુ નામોનિશાન મટી ગયુ હતુ, જેને લઇ ને પ્રજાને ભારે હાડમારી વેઠવી પડતી હતી, નવા સતાધીશોએ પંચાયત નુ સુકાન હાથમા લીધા બાદ આ માર્ગ ના નવીનીકરણ માટે નાણાપંચ ની જોગવાઇ માંથી તેમજ જીલ્લા સાંસદે પોતાની ગાંટ માંથી રૂપિયા ની ફાળવણી કરતા રૂપિયા સિતેર લાખ ની લાગતથી મુખ્ય રસ્તો સીસી માર્ગ નુ નવીનિકરણ હાથ ધરવામા આવતા જવાહરબજાર થી રેલ્વે સ્ટેશન સુધી હાલમા એકબાજુ તરફનો માર્ગ સીસી બનાવવામા આવ્યો છે. બીજી તરફના માર્ગ ની કામગીરી હાલમા બંધ છે. જાણવા મળ્યા મુજબ દિવાળી ના સમયગાળામા બીજી તરફ ના માર્ગ ની કામગીરી શરૂ થશે. હાલ મા જે સીસી રસ્તો બનાવેલ છે. તેમા વચ્ચે વચ્ચે ગટર લાઇન માટે જગ્યાઓ છોડવામા આવતા આખા રસ્તો પાઁકીગ જોન બની ગયો છે. બીજી તરફના માર્ગ પર ચોમાસ ને લઇ ને કાદવ કીચડ તેમજ ખાડાઓ ને લઇ ને આમ રાહદારીઓ થી લઇ ને વાહનધારકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ટાફીક જામ પણ થઈ જતુ હોવાથી પંચાયત સતાધીશો હાલ સીસી રસ્તા પર ગટર લાઇન માટે છોડેલ જગ્યા પર હાલ  પુરતુ પુરાણ કરાવી સીસી રસ્તા શરૂ કરાવે તેવી નગરજનો માંગ ઉઠી છે. જેને નજર અંદાજ કરી વહેલી તકે રસ્તો લોક ઉપયોગી થશે કે પછી દિવાળી સુધી પાઁકીગ જોન જ આ રસ્તો રહેશે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed