કર્મચારીઓનું સ્વાસ્થ્ય જાળવવું અમારી પ્રાથમિકતા – વિજય દોમડિયા
૧૦૦થી વધુ કર્મચારીઓ તથા કામદારોના આરોગ્યની તપાસ કરીને જરૂરી તબીબી માર્ગદર્શન અપાયુંઃ ડો.પ્રતિક્ષા મેડમ અને તેમની ટીમે કામદારોના આરોગ્યની તપાસ કરી
જ
ૂનાગઢ શહેરના ધોરાજી રોડ પર આવેલી વિનય ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ ખાતે કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ કર્મચારીઓ તથા કામદારોએ લાભ લઈને આરોગ્યની તપાસ કરાવી હતી.
ગણેશ મહોત્સવ, સમાજ સેવાના વિવિધ કાર્યો કરતી વિનય ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા તાજેતરમાં કામદારોના આરોગ્યની તપાસ માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અંગે વિનય ઈન્ડસ્ટ્રીઝના એમડી અને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયાએ જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારો અમારા હાથ-પગ છે. કંપનીની કામગીરી કર્મચારીઓ અને કામદારો થકી જ ઉજળી છે. ત્યારે અહીં કામ કરતા તમામનું સારૂ આરોગ્ય જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે. કેમ્પમાં એમડી ડોક્ટર પ્રતિક્ષા મેડમ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. જ્યારે મેનેજમેન્ટ નિરવ માથુકિયા, ઘનશ્યામ ચુડાસમા, ઉર્વિશા લીલા, આંચી મકવાણા, મોહિત મહિડા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનય ઈન્ડસ્ટ્રીઝના એમડી વિજયભાઈ દોમડિયા, સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા, વિનુભાઈ ભુવા, અશ્વિનભાઈ ભુવા, બટુકભાઈ માથુકિયા, અશોકભાઈ માથુકિયા, જય માથુકિયા વગેરે આગેવાનોએ હાજર રહીને કર્મચારીઓને આરોગ્યની તપાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
બોડેલીના અલ્હાદપુરા ગામે ગ્રામજનો અને બોડેલી લાઇવના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો
બોડેલી ખાતે છોટાઉદેપુર સેન્ડ /સ્ટોક એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી કપીલ ભાઈ પીઠીયા ના અધ્યક્ષ સ્થાને તથા એસોસિએશનના સભ્યોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોની મીટીંગ નું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-