November 27, 2024

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો

Share to

સમૃદ્ધ ભારત-૨૦૪૭ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિષયે થયેલ મંથન યુનિ.નાં છાત્રોને નવિ શક્તિનો સંચાર કરશે.- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિ

જૂનાગઢ , ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી અને સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઉપક્રમે બૈાધ્ધિક સંપદા અધિકારએ સમૃધ્ધ ભારત ૨૦૪૭ માટે એક શક્તિશાળી સાધન પરિપેક્ષ્ય છે એ વિષયે જૂનાગઢ કૃષિ યુનિ.નાં ઈજનેરી કોલેજનાં મધ્યસ્થ કક્ષમાં એક દિવસીય સેમીનાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ તકે અધ્યક્ષીય ઉદબોધનમાં ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે યુનિ.નાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશ સેલ અને સ્વાવલંબન ભારત અભિયાન ઉપક્રમે સમૃદ્ધ ભારત-૨૦૪૭ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિષયે થયેલ મંથન યુનિ.નાં છાત્રોને નવિ શક્તિનો સંચાર કરશે. ‘સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના અને દેશ જગતના કલ્યાણ અર્થે ‘આજે આપણે પોતામાં સ્વદેશીય ઐક્યનો અનુભવ કરી સાર્થકતા પામવાને ઉત્સુક થયા છીએ. જે જગત કલ્યાણ માટે ઉપયોગી અને સાર્થકતા સભર બની રહેશે. ગાંધીજી કહેતા : ‘સ્વદેશીમાં સ્વાર્થ નથી અને છે, તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.’શિક્ષણમાં સ્વદેશી એટલે માતૃભાષા માધ્યમ, સંસ્કૃતિમાં સ્વદેશી એટલે સમગ્ર રહેણીકરણીમાં સાચી ભારતીય પરંપરાનો સ્વીકાર, સ્વદેશી એટલે પરાયાનો ત્યાગ. ભગવદગીતામાં કહ્યું છે એમ ‘સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:’
મુખ્ય વકતા તરીકે પશ્વિમ બંગાળ કલકતા થી પધારેલ ધનપતરામ અગ્રવાલ (રાષ્ટ્રીય સંગઠક સ્વદેશી જાગરણ મંચ)નુ માર્ગદર્શન મળ્યુ હતું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી. અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરીત કરી જણાવ્યુ હતુ કે ૩૦ વર્ષ નાં રાષ્ટ્રીય ભ્રમણ અને ૧૧જેટલી કંપનીમા ડાયરેક્ટર તરીકે નાં કાર્યનુભવ થી કહી શકાય કે દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ પ્રાકૃતિક સંશાધનો દ્વારા ક્રાંતિ પ્રવૃત્તિ હતી ઔદ્યોગિક ક્રાંતિથી પુંજીવાદ, આર્થિક વિષમતા, સામ્યવાદનો આવિષ્કાર થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી જ્ઞાન અને વિજ્ઞાનની ક્રાંતિ આવી છે. જેમાં માનવ સંશાધનને મહત્વ મળ્યું છે, ભારત દેશના ૩૭ કરોડ યુવા શક્તિ ધરાવતો દેશ છે, આવનાર દિવસમાં યુવાઓ પોતાની પેટન્ટ રજિસ્ટર્ડ કરાવી ઉન્નત ભારતનાં સ્વપ્ન ને સાકાર કરવા સક્ષમ બનશે,
આ પ્રસંગ સ્વાવલંબી ભારત અભિયાનનાં પ્રદેશ સંગઠક મનોહરલાલ અગ્રવાલ, જુનાગઢનાં પ્રબુદ્ધ અગ્રણીઓ, વિવિઘ કોલેજના આચાર્ય શ્રી, વિદ્યાર્થીઓ, યુની.નાં વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ અને આભાર દર્શન ડો.રમેશ સાગઠીયા એ કર્યું હતું, કાર્યક્રમના પ્રારંભે ઘોડાસરા મહિલા કોલેજના આચાર્ય અને સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંગઠક ડો.દિનેશ દઢાણીયાએ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સેલના સંયોજક ડૉ. મૃણાલ અંબાસણાએ અતિથિઓનો પરિચય કરાવ્યો હતો.આ પ્રસંગે અતિથિઓને સાલ અને સ્મૃતિ ભેટ દ્રારા સન્માનીત કરવામાં આવ્યા હતાં, સમૃદ્ધ ભારત ની પરી કલ્પનાને સાકર કરવાં યુવા છાત્રો એ પ્રશ્નોતરી કરી જાણકારી મેળવી હતી,
કાર્યક્રમને સફળ બનાવવા માટે અભયભાઈ સોલંકી અરવિંદભાઈ સહીત સ્વદેશી ભારત અભિયાન નાં કાર્યકરો એ જહેમત ઊઠાવી હતી.

કર્યા હતા.આ કાર્યક્રમમા જિલ્લા સંયોજક સ્વદેશી જાગરણ મંચનાં ડો. દઢાણિયા કોલેજ ના પ્રોફેસરો પણ ઉપસ્થિત રહયા હતા અને કાર્યકમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમનાં મુખ્ય અતિથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ જણાવ્યુ હતુ કે (1) લેણદેણની તુલાની સમતુલા હાંસલ કરવી; (2) આવશ્યક કાચો માલ અને અનાજની બાબતમાં સ્વાશ્રય હાંસલ કરવું; (3) સંરક્ષણની બાબતમાં સ્વાશ્રય; (4) ઉચ્ચ કક્ષાની તકનીકી તથા વ્યવસ્થાપન ક્ષમતા ધરાવતા નિષ્ણાતોની બાબતમાં સ્વાશ્રય અને (5) ઉચ્ચ કક્ષાનાં યંત્રો અને ઉપકરણોમાં સ્વાશ્રય. મનોહરલાલ અગ્રવાલજીએ પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે સ્વાવલંબન એટલે વિદેશી મદદ પર આધાર ઘટાડી તેમાંથી ઉદભવતી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરવાની પ્રક્રિયા. અલબત્ત, તેનો અર્થ એ નથી કે ગમે તે થાય પણ વિદેશો સાથે આર્થિક કે અન્ય પ્રકારનો કોઈ વ્યવહાર ન જ કરવો. સ્વાવલંબનનો આવો અતિરેકી અમલ કોઈ પણ દેશ માટે અશક્ય જ હોય છે. પ્રકૃતિએ વિશ્વની રચના એવી રીતે કરી છે કે દરેક દેશ ઉત્પાદનનાં અમુક જ સાધનો ધરાવતો હોય છે, જેને ઈશ્વરી બક્ષિસ કે દેણગી(endowment)ના નામથી ઓળખાવી શકાય. વિશ્વમાં એક પણ દેશ એવો નથી કે જેની પાસે તેની બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી કરવાનાં સાધનો દેશમાં જ ઉપલબ્ધ હોય. પરિણામે દરેક દેશને ઓછાવત્તા પ્રમાણમાં વિદેશમાંથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે. આ એક નક્કર હકીકત છે. તેમાંથી જ પ્રાકૃતિક પરાવલંબન પરિણમે છે.

આ પ્રસંગે ડો. દિનેશ દઢાણીયા,
કાર્યક્રમનાં પ્રારંભે યુનિ.નાં પ્રાધ્યાપક ડો. મૃણાલ અંબાસણાએ અતિથીઓને શબ્દોથી આવકારી કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed