December 1, 2024

નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.

Share to

નેત્રંગ. તા.૧૮-૧૧-૨૪

નેત્રંગ તાલુકામા રેતમાફયાઓ તેમજ ભુ માફીયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી,માટી,કપચી વિગેરે ખનીજ નુ બેફામ વહન થઇ રહ્યા નુ દયાન પર આવતા તા.૧૭મીને રવિવાર ના રોજ મામલતદાર રીતેશ કોકણી તેમજ સ્ટાફ થકી ઓચિંતા જ વાહન ચેકિંગ ની કામગીરી હાથ ઘરાવમા આવતા પાંચ જેટલી ટ્રકો રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી ઝડપી પાડી હતી. જેમા (૧ ) જીજે -૧૯ -યુ – ૪૧૧૦ રેતી (૨) જીજે – ૦૧ – ડી એકક્ષ – ૭૭૪૦ સાદી માટી ( મોરમ) (૩) જીજે-૧૬-ડબ્લયુ – ૫૩૯૭ કપચી (૪) જીજે- ૧૬ – ડબલ્યુ- ૯૭૫૩ કપચી (૫ ) જીજે- ૧૬- એ વી – ૨૭૭૯ કપચી. ઉપરોક્ત વાહનો રોયલ્ટી ચોરીમાં ઝડપી પાડી દંડની કાર્યવાહી કરવા બાબતે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ ને લેખિતમાં જાણ કરવામાં આવતા રોયલ્ટી ચોરી કરતા રેતમાફીયો-ભુમાફીયોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed