વહીવટી તંત્ર લીઝ માફિયા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોઈ તેમ લાગી રહ્યુ છે :::ગ્રામજનો
શુ ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા રેતી માફિયા સામે હવે ફરી બાયો ચડાવશે ખરા ?
રેત લીઝ માફિયા ના પાવર સામે આમ લોકો ની જિંદગી ની કોઈ કિંમત નથી…! ટ્રક ચાલકો બેફામ વાહન હંકારતા અનેક લોકો ના જીવો ગયા છે ::સ્થાનિક
ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા સામે સરકારી તંત્ર નતમસ્તક :::ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે રેતી ટ્રક ડ્રાઈવરો અને ગ્રામજનો વચ્ચે આજ રોજ ફરી ચકમક થઈ હતી અને ગ્રામજનો દ્વારા રેતી ભરેલ ટ્રકો રોકી દેતા ટ્રક ડ્રાઈવર અને ગ્રામજનો વચ્ચે તું તું મેં થતા એક સમયે ટ્રક ડ્રાઈવર અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે મારામારી થઈ હતી ત્યારે આ દ્રષ્યો લોકો એ મોબાઇલ માં કેદ કરી સોશ્યિલ મીડિયા માં વાયરલ પણ કર્યા હતા
ઝગડીયા તાલુકાના ઇન્દોર પાણેથા વેલુગામ ખાતે થી કેટલા વર્ષ થી નર્મદા નદી માંથી રેતી કાઢી અને ટ્રકો દ્વારા તેનું વહન થઈ રહ્યું છે જે ટ્રકો ઉમલ્લા ના મેઈન બઝાર માંથી પસાર થાય છે જેમાં ઓવરલોડ અને વિના રોયલ્ટી અને પાણી નીતરતી ભીની રેતી હોઈ છે જેને લઈ ઉમલ્લા ના બઝાર માં વેપારીઓ અને ખરીદી અર્થે આવતા ગ્રાહકો સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે રોજ બરોજ રાત દિવસ ચાલતા ગેરકાયદેસર આ રેતી ના વાહનો ના કારણે દુકાનદારો નો માલ સામાન પણ રેતી ના વાહનો ના કારણે ઊડતી ધૂળ ધુમાડા થી ખરાબ થઈ રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે તો ટ્રકો ના કારણે મુખ્ય બઝાર માં થતા ટ્રાફિક ના કારણે ગ્રાહકો બઝાર માં ખરીદી કરવા પણ આવતા નથી જેના કારણે દુકાનદારો નો ધન્ધો રોજગાર ભાંગી પડ્યો છે… જેથી કરી લોકો નો ભર ગરમી માં પારો ઉંચો જતો રહેતા આજ રોજ ગ્રામજનો દ્વારા રેતી ના ગેરકાયદેસર ચાલતા વાહનો ઉપર લાલ આંખ કરી હતી અને બધાજ રેતી ના વાહનો ને બધાજ ગ્રામજનો એ ભેગા મળી રોકી વિરોધ નોંધાવ્યો હતો… આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર તેમજ ખાનખનીજ વિભાગ ને ટેલિફોનિક જાણ કરી હતી અને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જિલ્લા કલેકટર દ્વારા ગ્રામજનો ને કહ્યું હતું કે હું આના ઉપર એકશન લેવડાવું છું છું અને કાર્યવાહી કરવા કહ્યું હતું..
પરંતું અમુક રેતી ભરેલ ટ્રક ચાલકો દ્વારા ગ્રામજનો ને ચકમો આપી પોતાનું વાહન હંકારી મુકતા ગ્રામજનો રોશે ભરાયા હતા અને તેઓ એ ટ્રક પાછળ બાઈક દોડાવી ટ્રક રોકાવી દેતા ટ્રક ડ્રાઈવર ને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું તેનાથી વિપરીત ટ્રક ડ્રાઈવર એ કહ્યું હતું કે “”””અમે હપ્તા આપીયે છે અમે તમારા ઉપર પણ ગાડી ચડાવી દયસુ અમને રોકવાના નહીં”””” એમ કેહતા ગ્રામજનો અને ટ્રક ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી જેથી મામલો વધુ ગરમાતા ઉમલ્લા ના પી એસ આઈ ને પોતાના સ્ટાફ સાથે સ્થળ ઉપર આવાની ફરજ પડી હતી અને ગ્રામજનો સાથે મારામારી કરવાના વિડિઓ ના આધારે અને લોકો દ્વારા જાણ ઓળખ આપતા મારામારી કરતા ટ્રક ડ્રાઈવરો ને પોલીસ દ્વારા પકડી તેઓ ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આખું ગામ પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હતું…
જોકે ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરતા ખાનખનીજ વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવી રેતી ની ટ્રકો ની ચકાસણી શરૂ કરી હતી પરંતુ ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને પણ આડે હાથ લેતા કહ્યું હતું કે ખાણ ખનીજ વીભાગ પણ માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી કરે છે જેથી કર્મચારીઓ ને ગ્રામજનો એ સાથે લઈ અને બઝાર માં રેતી ખાલી કેરેલ ટ્રકો અને વિના નમ્બર ની ટ્રકો ઉપ્પર કાર્યવાહી કરવાનું જણવ્યું હતું અને વધુ માં જો રેતી ટ્રક ચાલકો ગ્રામજનો ઉપર મારામારી કરે તો તે કેટલું યોગ્ય તેવું પણ અધિકારીઓ ને સવાલ કર્યો હતો .ત્યારે આજરોજ ઉમલ્લા ગામના ગ્રામજનો સાથે રેતી ના ટ્રક ડ્રાઈવરો દ્વારા ગેરવ્યવહાર અને મારામારી કરતા ગ્રામજનો એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેનું પરિણામ સમગ્ર ગામ ના નાગરિકો એ વાહનો ને સ્થળ થી ખસવા દીધા ન હતા અને જ્યાં સુધી તંત્ર રેતી ના વાહનો માટે અલગ રસ્તો નહીં આપે ત્યાં સુધી ઉમલ્લા બઝાર માંથી એક પણ રેતી ની ટ્રક જવા દેવામાં નહીં આવે અને આગળ પણ આવી રીતે હાલ્લાંબોલ કરવામાં આવશે અને રેતી ના વાહનો જવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચારી હતી ત્યારે જોવું એ રહ્યું કે આ બાબતે તંત્ર ગ્રામજનો સાથે રહશે કે પછી રેતી માફિઓ સાથે….તે તો સમયજ બતાવશે..અને શુ ભરૂચ ના સાંસદ હરહંમેશ ની જેમ લીઝ માફિયા સામે બાયો ચડાવશે ખરા અને ઉમલ્લા ગામના ગ્રામજનો સાથે રહી ન્યાય અપાવશે કે કેમ તે પણ જોવું રહ્યું…
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી