પાલેજ સલીમ પટેલ દ્રારા
જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ પણ નવ વર્ષની નાની વયે પ્રથમવાર યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો.
ડેડીયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત ગાદીપતિ – સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ચિંતન પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દેડીયાપાડા ખાતે આગમન થતા આપનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચિંતન પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નટુભાઇએ કર્યું હતું, જયારે સમગ્ર મંચ સંચાલન સુંદર રીતે કુંવરજીભાઇ દ્રારા કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતા ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે આજના સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ, અને સમજવા પર નહીં, જયારે ખરેખર જરૂર એકબીજાને સમજવાની છે, સમજતા થઇશું તો કદાચ સમજાવવાનો તબક્કો જ નહી આવે. આ ઉપરાંત તેમણે વિચાર, ટેવ, ચારિત્ર, પ્રારબ્ધ જેવી અગત્યની બાબતોનું મહત્વ દર્શાવી વિચાર અને મૌન શક્તિ છે એમ જણાવ્યું હતું. સૂફી પરંપરા સાથે સંકળાયેલા વિવિધ પરીબળોને સરળ ભાષામાં સમજાવી અનુસરણ, આસ્થા અને અધ્યાત્મને પ્રાધાન્ય આપવા જણાવી વધુમાં તેમણે માનવ અવતારને અનુરૂપ જીવન જીવવા પર ભાર મૂકી અધ્યાત્મિકતા થકી જીવન જીવવાનો મર્મ સમજાવી, જીવનમાં આધ્યાત્મિકતા હશે ત્યારે જ જીવન સાર્થક થશે એમ જણાવ્યું હતું. આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી, શિક્ષણ મેળવવા, વ્યસન મુકિત સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા આપવા ખાસ હાકલ કરી.
ડો.મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમના નવ વર્ષના જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રથમવાર યુવા પેઢીને વિશેષ સંબોધન કરી આદર, શિક્ષણ તથા સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું, જે ચિંતન પર્વના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ચિંતન પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઇઓ, બહેનો, બાળકો, શ્રધ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે ભજન તેમજ મહેફિલ એ સમાનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
More Stories
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….
જૂનાગઢ ના વિસાવદર પોલીસ સ્ટેશનમા અલગ અલગ કેસોમા પકડાયેલ ૧૨૩૬ જેટલી બોટલો જેની કુલ કી.રૂ.૪,૪૩,૩૦૦ ઇંગ્લીશ દારૂનો જથ્થોનો નાશ કરતી વિસાવદર પોલીસ
જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-૦૯ કીમત રૂપીયા ૧,૩૭,૧૨૭/- તથા ચોરીમા તથા લુટમાં ગયેલ સોનુ તથા રોક્ડા રૂપીયા ૪૨૬૦૦/- મળી કુલ ૧૭૯,૭૨૭/- નો મુદામાલ મૂળ માલિકોને પરત અપાવતી જુનાગઢ એ.ડીવી પોલીસ