નેત્રંગ તાલુકાના ટીમલા ગામે રહેતી ત્રણ સંતાનોની માતા ટીનાબેન રમેશભાઇ વસાવા પોતાના નિત્યક્રમ મુજબ સાંજના સમયે ઘરે જમવાનું બનાવતી હતી.ત્યારે તેણીનો પતિ રમેશ ગંભીરભાઇ વસાવા ત્યાં આવી કહેવા લાગેલ કે,તું અન્ય પુરૂષ સાથે કેમ આડો સંબંધ રાખે છે.? આ સાંભળીને ટીનાબેને કહ્યું હતું કે મારે કોઇ સાથે સંબંધ નથી,તમે ખોટો શક કરો છો. ત્યારબાદ રમેશભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને પત્નીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો,અને ઘરમાં મુકેલ કુહાડી લઇ આવીને કુહાડીનો ધારવાળો ભાગ ટીનાબેનને માથા ઉપર મારી દીધો હતો,જેથી ટીનાબેન ઇજાગ્રસ્ત થયા હતા અને ચામડી ફાટીને લોહી નીકળવા લાગ્યું હતું.ત્યારબાદ ટીનાબેન ત્યાંથી તેમના પિયરના ગામ કાંટીપાડા ફોરેસ્ટ કંપની ખાતે જતા રહ્યા હતા.ત્યારબાદ ટીનાબેનનો પતિ રમેશભાઇ કાંટીપાડા આવ્યો હતો અને ટીનાબેનને મારવા જતા ટીનાબેનના પિતાએ ઝઘડો ના કરવા સમજાવતા રમેશભાઇએ તેના હાથમાં રહેલ કુહાડીનો આગળનો ધારવાળો ભાગ ટીનાબેનના પિતા ચુનીલાલભાઇને મોંઢાના ભાગે મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.ટીનાબેને બુમાબુમ કરતા રમેશભાઇ ત્યાંથી ધમકી આપીને જતો રહ્યો હતો.ઇજાગ્રસ્ત પિતા પુત્રીને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા.ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયા હતા.આ ઘટના સંદર્ભે ટીનાબેન વસાવાએ તેના પતિ રમેશભાઈ ગંભીરભાઇ વસાવા રહે.ગામ ટીમલા વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી