_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર દિનેશભાઇ વલ્લભભાઇ વઘાસીયા દાતરાણાના રહેવાસી હોય, અને જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય. દિનેશભાઇ પોતાની બાઇક લઇ મધુરમથી બિલખા ગેટ તરફ જતા હોય તે દરમ્યાન તેમની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે થેલીમાં રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ હોય. દિનેશભાઇ પોતાની બાઇક લઇ જે રૂટ પર પસાર થયેલ તે રૂટ પર તપાસ કરેલ પરંતુ થેલી ક્યાંય મળી આવેલ નહિં. થેલી કેવી રીતે શોધવી? તે થેલીમાં દિનેશભાઇના પાઇ-પાઇ કરી ભેગા કરેલ ૧,૦૦,૦૦૦/- રૂપીયા હોય. હવે આગળ શું કરવું?? રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ સાથેની થેલી કેવી રીતે શોધવી? તે રૂપીયા દિનેશભાઇની પરસેવાની કમાણીના હોય તથા રૂ. ૧,૦૦,૦૦૦/- ખૂબ મોટી રકમ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબને થતા ડી.વાય.એસ.પી. શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ દ્રારા તાત્કાલીક નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી. દિનેશભાઇ વઘાસીયા બિલખા ગેટ જવા માટે જે બાઇક પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા દિનેશભાઇની રૂ. ૧,૦૦,૦૦૦/- સાથેની થેલી રામનીવાસ સર્કલથી બિલખા ગેટ વચ્ચે પડેલ હોવાનું જાણવા મળેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રામનીવાસથી બિલખા ગેટ વચ્ચેના ફૂટેજ ચેક કરતા દિનેશભાઇની રૂ. ૧,૦૦,૦૦૦/- સાથેની થેલી એક અજાણ્યો વ્યક્તિ લઇને જતો હોય તેવુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા દિનેશભાઇના રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ સાથેની થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો નજીકના પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવા સમજ કરેલ….s
આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દિનેશભાઇ વઘાસીયાના રૂ. ૧,૦૦,૦૦૦/- સાથેની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને દિનેશભાઇએ જણાવેલ કે રૂ. ૧,૦૦,૦૦૦/- ખોવાતા તેઓ ખૂબ ચિંતીત હતા આ પૈસા પરત મળે તેવી આશા પણ ના હતી પરંતુ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જો પોતાના રૂપીયા ખોવાય જાય તો તેવી સંવેદનશીલતા સાથે તે રૂપીયા તાત્કાલીક મળી જાય તે માટે કરેલ અથાક પ્રયત્ન કરવામાં આવેલ અને દિનેશભાઇ જૂનાગઢ પોલીસના આ અભીગમથી ખૂબ પ્રભાવીત થયેલ તથા નેત્રમ શાખા દ્વારા રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ રકમ આટલી ઝડપથી શોધી આપતા દિનેશભાઇ ભાવુક થઇ ગયેલ અને તેમની આંખમાં હર્ષના આશુ આવી ગયેલ. તેમણે નેત્રમ શાખા તથા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબ તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દિનેશભાઇ વઘાસીયાના રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ રકમ સાથેની થેલી તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર