ઝગડીયા તાલુકામાં અનેક શેડ ના બાંધકામ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે જેમાં કોઈ જાત ની સેફટી હોતી નથી ::તંત્ર આ દિશા માં કોઈ તપાસ કરશે ખરું ?
ઝગડીયા તાલુકાના આમોદ તરફ જતા માર્ગ ઉપર આવતા માલિપીપર ગામની હદમાં આવેલા એક સિલિકા પ્લાન્ટમાં કામ કરતાં 36 વર્ષના યુવક ઉપર તારીખ 29 ના રોજ બપોરના સમયે પતરાનો શેડ ટુડી પડતાં નીચે દબાઈ જતા બે બાળકો ના પીતાનું સારવાર માટે લઈ જતા રસ્તા માંજ તેનું મોત નિપજ્યું હતું..

ઝગડીયા તાલુકાના સારસા ગામનો અર્પણ સુરેશભાઈ પટેલ નામનો યુવક માલીપીપર ગામે આવેલા એક સિલિકા પ્લાન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો તારીખ 29 ના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં વાવાઝોડા સાથે અચાનક વરસાદ થયો હતો તે સમયે કોમ્પ્યુટર પર કામ કરતો અર્પણ રૂમમાંથી બહાર આવ્યો હતો અર્પણ જેવો રૂમમાંથી બહાર નીકળીને પતરાના શેડ નીચે આવ્યો હતો તે દરમિયાન અચાનક પતરાનો શેડ તૂટી પડ્યો હતો. જેથી અર્પણ પતરાના શેડ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત અર્પણને સારવાર માટે રાજપારડી લઈ જવાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું ત્યારે બે બાળકો અર્પણના મોતની ખબર સારસા ગામે થતાં ગામમાં શોક નો માહોલ પ્રસરી ગયો હતો આ સંદર્ભે ભીમપોરના બળવંતભાઈ ચંદુભાઈ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ઘટના અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે..

ઝગડીયા તાલુકામાં રાજપારડી પંથક માં ખનીજ નું કામ કરતા અનેક પ્લાન્ટ આવેલ છે તેમજ આવા ખનીજ નું મટીરીયલ ના કામ માટે બનાવેલ અનેક પતરાના શેડો આવેલ છે અને અવારનવાર સર્જાતા અકસ્માત માં કેટલા ના જીવ પણ ગયા છે..જેમાં માલિકો અને સ્થાનિક તંત્ર ની મીલીભગત થી આવા અકસ્માતો ને પ્લાન્ટ માલિકો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી થી દબાવી દેવામાં આવે છે .ત્તયારે લોક મુખે ચર્ચા પ્રમાણે કુદરતી આફત થી મોત નીપજવાના કિસ્સામાં અનેક વાર બિલ્ડીંગ સહિત આવા શેડ ના બાંધકામ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે જેમાં કોઈ જાત ની સેફટી હોતી નથી જેના બાંધકામ હલકી ગુણવત્તા હોવાના કારણે તે તૂટી પડતા હોઈ છે

અને તેનાથી આવા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જે માલિપીપર ખાતે શેડ બનાવવામાં આવ્યો હતો તે પતલા મટીરીયલથી બનાવવામાં આવ્યો હતો અને તેની ગુણવત્તા સારી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવા બાંધકામ ને લઈ આજે સારસા ગામના એક યુવકનો જીવ જતો રહેતા હાલ ઝગડીયા તાલુકામાં બનેલા આવા જોખમી શેડ બિલ્ડીંગો ઉપર જનતા અનેક સવાલો ઉઠાવી રહી છે કે જેમાં તંત્ર સેફટી માટે ના નીતિ નિયમો નું ચકાસણી અને તપાસ કરતું નથી અને આવા પ્લાન્ટમાં કામ કરતા વર્કરો ને કોઈ જાત ની સેફટી ના સાધનો આપવામાં આવતા નથી વિના સેફટી કેટલીક વાર આવા ગરીબ વર્કરો ના મોત પણ નીપજ્યા છે તો કેટલીક જગ્યા ઉપર સ્થાનિક ગામો ના નાના બાળકો ને પણ આવા જોખમી કામ માં લગાવી તેઓ પાસે કામ પણ કરાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જિલ્લા તેમજ તાલુકા નું વહીવટી તંત્ર આ બાબતે કોઈ તપાસ કરશે ખરું? કે પછી આવીજ રીતે લોકો ના જીવ હોમાતા રહેશે તે તો જોવું રહ્યું …
