તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ગુજરાતના ચૌધરી સમાજના અગ્રણી ઓ દ્વારા આદિવાસી ચૌધરી સમાજની જીવન શૈલી પ્રમાણે દરેક પ્રસંગો ઉજવવાની તથા રિતી રિવાજો માટે માર્ગદર્શક શિબિર યોજવામાં આવી

Share to


તાપી જિલ્લાના વ્યાર ખાતે તારીખ 27-28-29 એપ્રિલ એમ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત માં આવેલ તાપી જિલ્લા ના વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડીમાં આદિવાસી ચૌધરી સમાજના અગ્રણઓ દ્વારા પારંપરિક આદિવાસી જીવન શૈલી પ્રમાણે દરેક પ્રસંગો ઉજવવાની રિતી રિવાજો માટે માર્ગદર્શક શિબિર યોજવામાં આવી હતી. જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી લોકોની અંદર પ્રાકૃતિક જીવન શૈલી સંસ્કૃતિ, અને રિતી રિવાજો નું જીવનમાં શું મહત્વ છે

તે બાબતે માર્ગદર્શન આપ્યું તેમજ પ્રસંગોપાત આદિવાસી રીતિરિવાજો પ્રમાણે કેવી રીતે પ્રકૃતિના તત્વો ની પુજા કરવી એમને સવાયા દેવ માની સન્માન કરવું એ બાબતે પૂજા વિધીની તાલીમ પણ આપવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય ગામડે ગામડે આદિવાસી રીતિરિવાજો પ્રમાણે પ્રસંગોપાત વિધિ થઈ શકે અને આદિવાસી જીવન શૈલી નું જતન કરી શકાય. પર્યાવરણ ના જતન અને જાળવણી માટેના પ્રકૃતિ એજ પરમેશ્વર, પ્રકૃતિ હી જીવન હે. જેવા સુત્રો ને સાકાર કરવાનું અભિયાન હાથ ધર્યું છે.


રિપોર્ટર… નિકુંજ ચૌધરી


Share to