DNS NEWS
ગાંધીનગર:દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.