પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સીએચસી ખાતે આજરોજ આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્યની સેવાઓ મજબૂત કરવા અને રોગ નિવારણ તાત્કાલિક થાય તે હેતુથી સરકાર ક્ટિબંધ છે જેના ભાગરૂપે આજરોજ ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા આયુષ્માન હેલ્થ મેળા પૈકી આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા CHC ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત ના પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયા ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જેમાં જનરલ હોસ્પિટલ ભરૂચ મેડિકલ કોલેજ ના નિષ્ણાંત તબીબોએ દર્દીઓ ને વિવિધ પ્રકારની દવા સહીત અન્ય સેવા આપી હતી. આ પ્રસંગે ઝગડીયા તાલુકા સહિત ઉમલ્લા ગ્રામ્ય તેમજ આજુ બાજુ ના ગામો ની જનતા એ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉમલ્લા તેમજ દુમાલા વાઘપુરાના સરપંચ તેમજ ઉમલ્લા ગામના અગ્રણી રસ્મિકાંત પંડ્યા તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવ પટેલ . તેમજ અગ્રણી તેમજ નિવૃત શિક્ષક સુભાષ દેસાઈ સહિત અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી