જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ કલ્યાણ પ્રવૃતીના ભાગરૂપે ગીરનારની ગોદમાં જૂનાગઢના આંગણે લોક ભાગીદારીથી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે બનેલ આધુનિક લોન, ટર્ફ વિકેટ ધરાવતું જૂનાગઢ જીલ્લાનું સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાના રમવા માટે તથા ભવિષ્યમાં આ શ્રેષ્ઠ ફેસીલીટી અને ગ્રાઉન્ડનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી તૈયાર કરવા માટે ઉપયોગી થઇ શકે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ખુલ્લુ મુકવામા આવેલ છે. સદરહુ ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતાને રમવા માટે ભાડેથી આપવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ ભાડેથી મેળવવા માટે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢ ખાતે આવેલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.આઇ.બી. શાખા નાઓનો તેમજ નિચે આપેલ મો.નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.
૧) પો.ઈ.શ્રી કે.એમ.પટેલ એલ.આઈ.બી. શાખા મો.૯૯૨૫૦૪૦૫૫૦
૨) પો.સ.ઈ.શ્રી ડી.એમ.જલુ એલ.સી.બી. શાખા મો.૯૯૭૪૧૩૮૨૭૪
૩) પો.હેડ કોન્સ. રવીભાઈ ખેર એસ.ઓ.જી. શાખા મો.૯૭૧૪૪૮૪૦૪૮
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર