ઝગડીયા ગામમાં કરોડોના ખર્ચે બનેલી સુએજ ગટર લાઇનનું વર્ષોથી લીકેજ થઈ રહ્યું છે.

Share to

ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈ રહ્યા નથી.ઝઘડિયાની બેંક ઓફ બરોડા પાછળ વિસ્તારમાં લીકેજ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર હાથ અધ્ધર કરી રહ્યું છે.

વારંવાર સુએજ ગટર લાઇનની સમસ્યા બાબતે ભુતકાળમાં સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડે છે…

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર વિભાગોમાં ઝઘડિયા ગામમાં ઉભરાતી સુએજ ગટર લાઈન બાબતે અલગ અલગ વિસ્તારના રહીશોએ ભુતકાળમાં વારંવાર રજૂઆત બાદ પણ લીકેજની સમસ્યા ઠેરની ઠેર હોય વહીવટીતંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. ઝઘડિયા ગામમાં છેલ્લા કેટલા સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવી હતી જે જાહેરમાં વારંવાર રસ્તા પર ઉભરાતી હોય જવાબદાર ગ્રામ પંચાયત લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીનાઓ ગટરલાઇનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજ બાબતે બેદરકારી દાખવી રહ્યા છે.

હાલમાં સુએજ ગટરલાઈન ઝઘડિયાની બેંક ઓફ બરોડા પાછળ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી સુએજ ગટર લાઇનનું ગંદુ પાણી પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર રોજિંદુ ફેલાઈ રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠિકડા ફોડી રહ્યા છે. ઝઘડિયા ગામના ના બેંક પાછળ ના વિસ્તારમાં લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે ત્યાંના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક જાણકારી આપી હોવા પછી પણ હજી સુધી સુએજ ગટરલાઈન સમારકામ હાથ ધરાયું નથી. ઝઘડિયામાં સુએજ ગટર લાઇનની સમસ્યા બાબતે અત્યાર સુધી સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડી રહયા છે. બેંક ઓફ બરોડા પાછળ ઉભરાતી સુએઝ ગટર લાઈન બાબતે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ ઉભરાતી સુએજ ગટર લાઈન ના કારણે રોગચાળો વકરી શકે તેમ છે તેવું લેખિતમાં ગ્રામ પંચાયતમાં આપ્યું હોવા બાદ પણ ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈ રહ્યા નથી. હાલમાં ખૂબ વધતી ગરમીના કારણે રોગચાળો વકરી રહ્યો છે તેવામાં આ ગટર લાઈનથી રોગચારાને વધુ વેગ મળે છે અને તે વિસ્તારના લોકો તેનો ભોગ બનશે તે પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

ફોટોલાઇન : ગંભીર બેદરકારી : ઝઘડિયા નગરમાં કરોડના ખર્ચે બનેલ સુએજ ગટર લાઈન માં ગંભીર ભ્રષ્ટાચાર હવે છાપરે ચડી પોકારી રહ્યો છે, ઠેર ઠેર ગટર લાઈન ઉભરાતી હોય સ્થાનિકો દુર્ગંધનો ત્રાસ ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા તેનું ઠોસ અને યોગ્ય નિરાકરણ આજદીન સુધી લાવી શકાયું નથી તસવીરમાં ઉભરાતી ગટર નજરે પડે છે.


Share to