બોડેલી તા.પ. ના વિપક્ષ નેતા સહિત ચાર અને બોડેલી APMC ના ચાર ડિરેક્ટરો ભાજપમાં જોડાયા

Share to




બોડેલી સહિત સમગ્ર છોટા ઉદેપુર જીલ્લામાં કોંગ્રેસ નેસ્ત નાબૂદ થવાના આરે : આજે બોડેલી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સહિત 4 તા.પં.સભ્યો અને 5 એપીએમસીના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો ભાજપમાં જોડાયા
બોડેલી તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેમાં બોડેલી તાલુકા પંચાયતના સભ્યો,સહકારી આગેવાનો સહિત 200 કરતા વધુ આગેવાન કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી કેસરિયા કર્યા છે. જેમાં બોડેલી એપીએમસીના ૪ ડિરેક્ટરો દિવ્યેશકુમાર મંગલેશ્વરભાઈ પટેલ, નેતા વિપક્ષ,બોડેલી તાલુકા પંચાયત, ચિરાગકુમાર મુકેશ ભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ સુરતસિંહ રાઠોડ, જીગ્નેશકુમાર મહેશચંદ્ર અગ્રવાલ છે.

તેમજ બોડેલી તાલુકા પંચાયતના ૪ કોંગ્રેસી સદસ્યોમાં વિરોધ પક્ષના નેતા દિવ્યેશકુમાર મંગલેશ્વર પટેલ, મીનાક્ષીબેન પ્રતાપભાઈ રાઠવા, ડૉ.મહકકુમાર પરસોતમભાઈ પટેલ, યોગીનાબેન ચિરાગભાઈ પટેલ સહીત 200 કાર્યકરોએ ગાંધીનગર ખાતે કમલમમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલના હસ્તે ખેસ, ટોપી ધારણ કરી ભાજપામાં જોડાયા હતા. જેમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાને લઇને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ સંખેડા અને બોડેલી એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલને પણ બોડેલી એપીએમસીમાં ચૂંટણી થતા હોદ્દા પરથી દૂર થતા ફરીથી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લા કોંગ્રેસ કિસાન સમિતિના પ્રમુખ મુચકંદભાઈ ભગત તેમજ ખેડૂત અગ્રણી પરિમલ પટેલે પણ ભગવો ધારણ કરતા બોડેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ થવા પામ્યું છે.
આમ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને સહકારી અગ્રણીઓએ 200 જેટલા કાર્યકરોએ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસની સ્થિતિ નાજુક થઇ ગઈ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed