નેત્રંગ નગર ની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ એક દવાખાનામા તસ્કરોએ ધાપ મારી…

Share to

નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ ગોકુલધામ ટીચર કોલોનીમા રહેતા પરિમલ રણછોડભાઈ પટેલ મુળ રહે તળાવ ફળીયુ પીઠા તા, જી. વલસાડ કે જેઓ ઉપરોક્ત કોલોનીમા બે ગાળાનુ પાકુ મકાન ધરાવે છે. એક ગાળામા તેઓ ફેમીલી સાથે રહે છે. અને બીજા ગાળામા પોતે ખાનગી દવાખાનુ ચલાવે છે. તા,૧૮ એપ્રિલ ના રોજ ૨ થી ૩ ના સમય ગાળા દરમ્યાન પોતાના દવાખાને બીમાર વ્યકિતને દવાખાને કેટલાક લોકો લઈને આવ્યા હતા, તેની સારવાર કયાઁ બાદ દવાખાનુ બંધ કરી ડોક્ટર બાજુમા જ પોતાના ધરે સુઈ ગયા હતા. સવાર ના સડા સાત સડા આઠ ના સમય ગાળા દરમ્યાન દુધ વારો દુધ આપવા માટે આવેલ તેણે જોયેલું કે ડૉકટર ના ધરના દરવાજો આગળ થી બંધ હોય, જે દુધ વારો ખોલીને અંદર દુધ આપવા માટે ગયો તે સમયે દુધ વારાએ જણાવેલ કે તમારો દરવાજો આગળ ના ભાગેથી બંધ હતો,

આ સાંભળી ડૉક્ટરે બાજુમા આવેલ પોતાના દવાખાનામા નજર કરતા ત્યા દરવાજાના નકુચા તુટેલા હતા, અંદર જઇ ને જોતા અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. ટેબલ ના ખાનામા મુકેલ પાકીટમા રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ બેંક ઓફ બરોડાનુ એટીએમ કાર્ડ, પાનકાડઁ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ડૉક્ટરી આઇ કાર્ડ તસ્કરો ઉઠાવી રફચકર થઇ ગયા હતા,
ચોરીની ફરીયાદ પરિમલ ડૉક્ટરે નેત્રંગ પોલીસ સ્ટેશન મા નોધવતા વધુ તપાસ પીએસઆઇ કે, એન, વાધેલાએ હાથ ધરી છે.*વિજય વસાવા નેત્રંગ*


Share to