જુનાગઢ દોલતપરા કસ્તુરબાગ સોસાયટી, વિસ્તારમાંથી જુગાર રમતા ૩ઇસમો ને પકડી કુલ કિંમત રૂ. ૩૦૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર પકડી
પાડતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચનાઓ કરેલ હોય,જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. વી.જે.સાવજ સા.ની મૌખીક સુચના અને માર્ગદર્શન આધારે જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ ડીવી. પો.સ્ટે.ના પો.કોન્સ વિક્રમભાઇ નારણભાઈ છેલાણા નાઓને બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે,જુનાગઢ દોલતપરા કસ્તુરબાગ સોસાયટી વછરાજભાઈ કાળુભાઈ સોલંકી ના રહેણાંક મકાનની બહારના ભાગે જાહેરમાં લાઈટના અજવાળે રોડ પર ગે.કા રીતે ગંજીપતાના પાના વડે રુપીયા પૈસાથી તીન પતીનો રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમતા હોય જે બાતમી આધારે રેઇડ કરતા ૩ ઇસમો પાસેથી રોકડ રૂ. ૧૦૨૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ મુદ્દામાલ કબ્જે કરીને ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી- મુકેશભાઇ ભનુભાઇ રાઠોડ -કોળી -જુનાગઢ ઝાંઝરડા ગામ ટાવર પાસે )દીપકભાઇ રમેશભાઇ પરમાર -કોળી -જુનાગઢ કસ્તુરબાગ શેરી નં-૧૩ દોલતપરા જુનાગઢ સંજય મુકેશભાઇ પરમાર કોળી -જુનાગઢ જોષીપરા શક્તીનગર-૧ ગરબીચોક પાસે જુનાગઢ
કબ્જે કરેલ મુદામાલ- (૧) રોકડ રૂ. ૧૦૨૨૦/– (૨) મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૨૦૦૦૦/- (૩) કુલ રૂપીયા ૩૦૨૨૦/-
આ કામગીરી “એ” ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટરશ્રી વી.જે.સાવજ સા. તથા પો.સબ.ઇન્સ શ્રી ઓ.આઇ.સિદ્દી સા તથા એ.એસ.આઇ.સરતાજભાઈ ઓસમાણભાઈ સાંધ પો.હેડ.કોન્સ કે.કે.રાઠોડ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મધુસુદનભાઈ શુકલા તથા કલ્પેશભાઇ ગેલાભાઇ તથા ભરતભાઇ ભીખુભાઇ તથા રામભાઇ રૂડાભાઇ તથા નીલેષભાઇ સરમણભાઇ તથા સાજીદખાન યુસુફખાન બેલીમ તથા વિક્રમભાઇ નારણભાઇ છેલાણા તથા નરેન્દ્રભાઇ નારણભાઇ બાલસ તથા જુવાનભાઈ રામભાઈ લાખણોત્રા નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું
* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ઐતિહાસિક પરિક્રમા ને લઈને પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું