વડાપ્રધાન મોદીએ રાખડી બંધાવ્યા બાદ બાળકોને તિરંગો આપ્યો

Share to

(ડી.જી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રક્ષાબંધનના અવસર પર નાની બાળકીઓ પાસે રાખડી બંધાવી. રાખડી બંધાવ્યા બાદ પીએમ
મોદીએ દરેક બાળકને તિરંગો આપ્યો. પીએમએ દરેક બાળકને તિરંગો આપીને હર ઘર તિરંગ અભિયાનને અનોખી રીતે ચિન્હિન કર્યો.
આ દરમિયાન બાળકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ નારા પણ લગાવ્યા. પ્રધાનમંત્રીને બાળકો સાથે વાતચીત કરતાં
અને ચર્ચા કરતાં પણ નજરે પડ્યા કે દેશ આ વર્ષે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ કેવી ઉજવી રહ્યો છે. તેમણે રાષ્ટ્રીય ધ્વજના રંગો પર
ચર્ચા કરી અને તમામ બાળકો સાથે ચર્ચા કરી અને તમામ બાળકોને ૧૫ ઓગસ્ટના રોજ પોતાના ઘરે તિરંગો લગાવવાનો આગ્રહ
કર્યો. કેન્દ્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી એક વિશેષ આંદોલન ‘હર ઘર તિરંગા’નું
આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયના અનુસાર આ પહેલની પાછળનો વિચાર લોકોના દિલમાં દેશભક્તિની ભાવના
જાગૃત કરવા અને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ વિશે જાગૃતતાને વધારવાનો છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર
પર પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરનાર સફાઇ કર્મીઓ, સહાયકો અને અન્ય કર્મચારીઓની પુત્રીઓ પાસે રાખડી બંધાવી. પ્રધાનમંત્રી
કાર્યાલયના અધિકારી આ જાણકારી આપી. અધિકારીઓએ કહ્યું કે પ્રધાનમંત્રીએ પોતાના આવાસ પર આ બાળકી સાથે રાખડી
બંધાવી. તેમના અનુસાર પ્રધાનમંત્રીને રાખડી બાંધવાનારાઓમાં સફાઇકર્મી, માળી અને વાહન ચાલકોની પુત્રીઓ સામેલ હતી.
અધિકારીઓએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં પ્રધાનમંત્રી સફાઇકર્મી, સહાયક, માળી અને વાહનચાલકોની પુત્રીઓ પાસે રાખડી
બંધાવતા જાેવા મળ્યા છે. આ પહેલાં પ્રધાનમંત્રીએ ટ્‌વીટ કરી દેશવાસીઓને રક્ષા બંધનની શુભકામનાઓ આપી હતી. ભાઇ અને
બહેન વચ્ચે પ્રેમના પ્રતીક રૂપમાં શ્રાવણ મહિનાની પૂનમને દેશભરમાં રક્ષા બંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.


Share to