ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક સામે ફરિયાદ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

યુવક સગીર‍ાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ ઝઘડિયા ત‍ાલુકાના ગામે રહેતો વિશાલ ફુલસિંગ વસાવા નામનો યુવક આ સગીર‍ાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો.

આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ તેમની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને પોતાના વાલીપણામાંથી ભગાડી જનાર સદર ઇસમ વિશાલ ફુલસિંગ વસાવા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર સદર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો…

#DNSNEWS #Dnsnewsandbyond #Bharuch #jhagadiya


Share to