September 6, 2024

ઝઘડિયા ની સુલતાનશા પીર તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિસ્તી ની દરગાહ ખાતે સંદલ તથા ઉર્સ મેળો યોજાશે

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

તારીખ ૧ અને ૨ ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે.

ઝઘડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાનશા પીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી નો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ ૧.૬.૨૪ તેમજ ૨.૬.૨૪ ના રોજ ઉજવવામાં આવનાર છે, ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત મોટામીયાના વંશજ હાજીપીર કયામુદ્દીન બાવાની દરગાહ ખાતે તારીખ ૧.૬.૨૪ ના રોજ સાંજે સંદલનું જુલુસ નીકળશે રાત્રે ૯ કલાકે સંદલ ચઢશે

અને ત્યારબાદ રાત્રે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, તારીખ ૨.૬.૨૪ ને રવિવારે રાત્રે મહેફિલ એ સમા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન ગામના શ્રદ્ધાળુઓ માટે નિયાઝ નું આયોજન કરવામાં આવેલ છે, આ સંત કોમી એકતા નું પ્રતીક હોય દરગાહ કમ્પાઉન્ડમાં હાલ માંસ મચ્છીનું તેમજ દારૂ તાડીનું સેવન માટેની સખત મનાઈ છે, આ બે દિવસના પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ ઝઘડિયા ખાતે આવી પહોંચશે.


Share to