રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આ પર્વને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૃપે હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે ત્તયારે આજ રોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ગ્રામ પંચાયતના પટાંગણમાંથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગાયાત્રા રાજપારડી ગ્રામપંચાયતથી બજારમાં થઈ ચાર રસ્તા પર પહોચી હતી
ચાર રસ્તા ખાતે દેશ ભક્તિના નારા સાથે હરકોઈ ઝુમી ઉઠયા હતા તિરંગા યાત્રાનું આયોજન ગ્રામ પંચાયતના સરપંચ કાલીદાસ વસાવાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું અને રાજપારડી ગામના અગ્રણીઓ તેમજ સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા…
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી