ખુલ્લેઆમ જુગાર રમતા ખેલૈયાઓ ડેડીયાપાડા પોલીસ ના ઝપેટમાં ઝડપાયાં,
પ્રોહી/જુગારના દુષણને ડામવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ હિમકરસિંહ નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર નાઓની સુચના આધારે ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃતીઓ પર અંકુશ મેળવી અસામાજીક પ્રવુતીઓ નેસ્ત નબુદ કરવા સારૂ સુચના મળેલ હોય જે સુચના આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ચૌધરી દેડીયાપાડા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.એસ.વસાવા સાહેબ નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન અ.હે.કો.હરેન્દ્રભાઇ સુખદેવભાઇ બ.નં.૫૧૬ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોબાઇલ ફોનમાં સકુન નૈપાલ સિંહ મુળ ઉ.વ.આ.૩૫ રહે.દયા પો.સ્ટ-રતનપુરખાસ તા.રસુલાબાદ જી.કાનપુર દેહાત (ઉતરપ્રદેશ) હાલ રહે.દેડીયાપાડા ચાર રસ્તા પાસે તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) સંજયભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૨૮ રહે.નવાગામ (દેડીયાપાડા) સુથાર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા આરોપી (૧) સકુન નેપાલ સિંહ તથા સંજયભાઇ મુળજીભાઇ વસાવા તથા (૩) દિપસીગભાઇ મુળજીભાઇ વસાવા રહે.ટીલીપાડા નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા પકડાઇ ગયેલ અને તેમની અંગ ઝડતીમાંથી રોકડ રૂપીયા રૂ.૧૩,૮૬૦/- મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૪,૦૦૦/- તથા એક આંકડા લખેલ સ્લીપ કિ.રૂ.૦૦/- તથા સ્ક્રીન શોટની પિન્ટ બે કિ.રૂ.૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૧૭,૮૬૦/-ના જુગાર સાથે મળી આવી તથા આરોપી (૨) રાકેશભાઇ ઉર્ફે રાકો અભેસીગભાઇ વસાવા રહે,પારસીટેકરા દેડીયાપડા તા.દેડીયાપાડા જી.નર્મદા (૫) ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજો રૂપસિંગભાઈ વસાવા રહે રહે.દેડીયાપાડા ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા હાજર નહી મળી આવી વોન્ટેડ જાહેર કરી એક્બીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તેઓના વિરૂધ્ધ જુ.ધા.ક.૧૨ (અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
રિપોર્ટર / જેસીંગ વસાવા ડેડીયાપાડા, નર્મદા
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી