DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવીના પુનાથી અરેઠ તરફ દારૂ લઇ જતા કાર અને બાઈક વચ્ચે પુના ગામની સીમમાં અકસ્માત.અકસ્માતમાં બુટલેગર અશોક સોની ને દારૂની બોટલના કાચ ઘુસી જતા બારડોલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો.

Share to




રીપોર્ટર નિકુંજ ચૌધરી

માંડવી તાલુકાના પુનામાં ગામના પટેલ ફળિયામાં રહેતા અને મૂળ વ્યારાના સરિતા નગર સોસાયટીના આશિષ કનુસિંગ ચૌધરી ઉંમર વર્ષ 41 પેટ્રોલ પમ્પ નજીક વાહન સર્વિસ સ્ટેશન પાસે કાર નંબર GJ.- 26A- 2811 લઈને જતા હતા. એ દરમિયાન અચાનક પલ્સર બાઈક નંબર. GJ 19 AJ- 5223 નો ચાલક અશોક સોની તેમના મિત્ર સાથે બાઈક પર દારૂની બોટલો લઈ માંડવી થી અરેઠ તરફજતા પૂર ઝડપે હંકારતા કાર સાથે પુના ગામની સીમમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અનેબાઈક પર મૂકેલી વિદેશી દારૂની બોટલ ના કાચ તેમના શરીરે ઘુસી જતા ગંભીર ઇજા થવાથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ વધુ ઇજા હોવાથી બારડોલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બાબતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share to

You may have missed