November 21, 2024

બિલાડી ના ટોપ ની જેમ “”રેતી ના સ્ટોક”” તેમાંથી કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર? તંત્ર ને અપીલ કરતા સાંસદ

Share to

વહીવટી તંત્ર ના ભ્રષ્ટ કર્મચારીઓ અને રેત માફિયાઓની મીલીભગતથી ગેરકાયદેસર થયેલા રેતી સ્ટોકનું પાસની પાવતી આપવાનું શરૂ કર્યું:::મનસુખ વસાવા

ઉમલ્લા, રાજપારડી, ઝગડીયા સુધી અનેક રેતી ના સ્ટોક વિના પરવાનાં અને નિયમો વિરુદ્ધ જઈ ને મોટા પહાડ જેવા સ્ટોક કરતા અનેક સવાલો ઉભા થયા છે કે અચાનક કેટલાય રેતી ના સ્ટોક કરવાની મજૂરી કેવી રીતે આપી અને શુ આ કાયદેસર છે કે પછી ગેરકાયદેસર..

હાલ કેટલાય મહિના થી નર્મદા નદી માંથી નીકળતી રેતી નો મુદ્દો ચર્ચા માં રહ્યો છે જેમાં અનેક ગામો ના લોકો ના વિરોધ વચ્ચે રેતી ના કારણે સ્થાનિક લોકો ને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે જેમાં વાત કરવામાં આવે તો આ બાબતે ભરૂચ ના સાંસદ અને ભાજપ ના નેતા મનસુખ વસાવા હાલ ગેરકાયદેસર રીતે લીઝ ચાલવતા રેતમાફિયા અને સ્થાનિક વહીવટી તંત્ર ઉપર વર્ષી રહ્યા છે ત્તયારે ફરી તેમના સોશ્યિલ મીડિયા ના માધ્યમ દ્વારા તેઓએ વડોદરા જિલ્લા ના નારેશ્વર તેમજ ભરૂચ જિલ્લાના ઉમલ્લા, રાજપારડી થી ઝઘડીયા સુધી તથા નર્મદા જિલ્લાના રાજપીપળા ની આસપાસ રેતીનો કેટલાક સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતના કરવામાં આવેલ રેતીના સ્ટોક વિશે તંત્ર ને સવાલો કરતા કહ્યું છે કે “”સરકારે રેતી ખનનની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. તેવા સમયે કેટલાક વહીવટી તંત્ર ના ભ્રષ્ટ કર્મચારીઓ અને રેત માફિયાઓની મીલીભગતથી ગેરકાયદેસર થયેલા રેતી સ્ટોકનું પાસની પાવતી આપવાનું શરૂ કર્યું છે. તો તેવા સમયે આ ગેરકાયદેસર સ્ટોક કરેલાઓની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા વડોદરા, નર્મદા તેમજ ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ને મારી અપીલ છે તેમ જણવ્યું છે “” ત્તયારે ફરી વાર રેતી બાબતે કડક વલણ દર્શાવતા સાંસદ ક્યાંક ને ક્યાંક રેત માફિયા સામે લાલ આંખ કરી છે અને કેટલાક ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પણ આ બાબતે મોટા પાયે રેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોઈ શકે તેવા પણ સવાલો ઉભા થયા છે અને સ્થાનિક લોકો ની સમસ્યા હલ કરવા માટે સાંસદ તંત્ર ની સામે બાયો ચડાવી છે ત્તયારે બેબાક રીતે પોતાની વાત રાખતા સાંસદ હવે લોકો ની પડખે ઉભા રહી લોકો ને કેવી રીતે અને ક્યાં સુધી ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહ્યું…


Share to

You may have missed